AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાસ્તુ ટિપ્સ અપનાવો ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવો !
સમાચારGSTV
વાસ્તુ ટિપ્સ અપનાવો ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવો !
ભગવાન અને દેવીઓની ખંડિત મૂર્તિઓ શાસ્ત્રો અનુસાર દેવ-દેવીઓની મૂર્તિઓ અથવા ચિત્રો સકારાત્મક ઊર્જા મળે છે, પરંતુ જો તે ખંડિત થઈ જાય છે, તો તેમાં નકારાત્મક ઊર્જાનું વાસ થઇ જાય છે. તેથી જૂની અને તૂટેલી મૂર્તિઓને કાં તો જમીનમાં દફનાવી અથવા પાણીમાં ફેંકી દેવી જોઈએ. બંધ ઘડિયાળ બંધ ઘડિયાળો તમારા સારા સમયને ખરાબ સમયમાં બદલી શકે છે. તેથી બંધ ઘડિયાળો ક્યારેય ઘરમાં ન રાખવી જોઈએ. બંધ ઘડિયાળો ખરાબ સમય લાવે છે. સાથે જ ખરાબ ઘટનાઓ સમાપ્ત થવા દેતી નહીં. બંધ તાળા બંધ ઘડિયાળની જેમ, બંધ તાળા પણ ખૂબ અશુભ છે. તે તમારું નસીબ બંધ કરી શકે છે અને કમનસીબને જગાવી શકે છે. તેથી ખરાબ અથવા બંધ તાળાઓ ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ. ઘરમાં બંધ તાળુ રાખવાથી કારકિર્દીમાં અવરોધ આવે છે અને લગ્નજીવનમાં વિલંબ થાય છે. ખરાબ ચંપલ અને બૂટ બૂટ અને ચંપલનો સંબંધ સંઘર્ષ સાથે સંકળાયેલો છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારા જીવનમાં ઓછા સંઘર્ષ રહે, તો હંમેશા સ્વચ્છ અને સારા બૂટ અને ચંપલ પહેરો. ખરાબ બૂટ-ચંપલને શનિવારે ઘરની બહાર નિકાળી દેવું જોઈએ. તે શનિના દુષ્પ્રભાવોને ઘટાડે છે. જૂના અને ફાટેલા કપડાં કપડાં નસીબથી સંબંધિત હોય છે. તેથી દરેક વ્યક્તિએ હંમેશાં સ્વચ્છ અને ફાટેલા ના હોય તેવા કપડાં પહેરવા જોઈએ. ફાટેલા કપડાને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ કારણ કે તે પણ પ્રગતિમાં અવરોધ બની જાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
5