હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
વાવાઝોડું કરશે ત્રાહિમામ
🌩️15 જૂન સુધીમાં પહોંચવાનો અંદાજ હતો, પરંતુ ગુજરાતમાં તેની અસર ત્રણ દિવસ પહેલા જ દેખાવા લાગી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો છે. ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને કેરળમાં પણ દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે.
🌩️ગુજરાતના મુખ્યમંત્રીએ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના તમામ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ પણ યોજી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી વિકાસ સહાય, રાહત કમિશનર આલોક પાંડે અને મહેસૂલ વિભાગ, ઉર્જા વિભાગ અને માર્ગ મકાન વિભાગના વડાઓ બેઠકમાં જોડાયા હતા.તમામ વિભાગના વડાઓ સાથે પ્રાથમિક ચર્ચા કર્યા પછી, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર અને સંબંધિત અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ જોડાયા હતા.
🌩️ભારતના હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાત એલર્ટ માટે 🟡યલો એલર્ટ જારી કર્યું હતું.
ESCS BIPARJOY આજે 0830 IST પર પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર મૂકે છે, પોરબંદરના 460 કિમી SSW, દ્વારકાના 510 કિમી SSW, નલિયાના 600 કિમી SSW હતું. આ વાવાઝોડુ 15મી જૂનના રોજ કચ્છને પાર કરે અને બપોરના સમયે પાકિસ્તાનના દરિયાકાંઠે સ્પર્શે તેવી શક્યતા છે, તેમ હવામાન વિભાગે આપેલી માહિતીમાં જણાવાયું હતું.
👉સંદર્ભ : Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.