AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાવાઝોડા પછી રાખો પશુ ની સંભાળ
પશુપાલનએગ્રોસ્ટાર
વાવાઝોડા પછી રાખો પશુ ની સંભાળ
🌪️વાવાઝોડુ કે વંટોળ પશુપાલન વ્યવસ્થા માટે નુકશાનકારક છે, કારણકે 🌪️વાવાઝોડા કે વંટોળથી પશુઆહાર ભીનો થઈ જાય છે વળી 🌳ઝાડની ડાળી કે આખુ ઝાડ ઘાસચારા પર પડે છે, ત્યારે આવો ઘાસચારો 🐄પશુને ખવડાવવા જેવો રહેતો નથી. આવી કોઈપણ પરિસ્થિતી પશુપાલન ઉત્પાદકો માટે ચિંતા ઉપજાવે છે. 👉🏻ભીંજાયેલા અનાજના દાણામાં ફુગ લાગવાની શકયતા વધુ છે. તદઉપરાંત તે જલદી સળગી પણ ઉઠે છે એટલે સુકાદાણાને અલગ કરી ભેજરહિત જગ્યાએ સંગ્રહ કરવો અને ભેજરહિત અનાજના દાણા 🐄પશુને ખવડાવવા. 👉🏻ભીંજાયેલી કડબમાં પણ ફુગ વાળી થઈ જવાની શકયતા પણ વધી જાય છે એટલે સુકી કડબને અલગ કરી તેનો ઉંચી જગ્યાએ સંગ્રહ કરવો. 🐃પશુઓને ચોખુ સ્વચ્છ પીવાનું પાણી આપો તથા નુકશાનવાળા અનાજ કે કડબનો પશુઆહારમાં ઉપયોગ ટાળો. 👉🏻ઘાસચારાને ચાફ કટરની મદદથી ર-૩ સે.મી. ના ટુકડા કરી ખવડાવો, જેથી ૩૦% જેટલો ઘાસચારાનો બગાડ અટકશે અને બચેલા ચારા માંથી વધુ પશુનો નિભાવ થઈ શકશે. 👉🏻પશુપાલકોએ તેમના 🐃પશુઓના દૈનિક આહારમાં ખનિજક્ષાગર મિશ્રણ(પ૦ ગ્રામ) તથા મીઠું (૩૦ ગ્રામ) ખવડાવવનો આગ્રહ રાખવો. 👉🏻પશુપાલક મિત્રો અંતે આવી આફત સમયે સાવચેતી એ જ ઉપાય કહેવત ને ધ્યાને રાખી ઉપર સુચવ્યા મુજબના વ્યવહારૂ વૈજ્ઞાનિક ભલામણનો અમલ કરી આપણા કિંમતી પશુધનને બચાવીએ. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
15
1
અન્ય લેખો