AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાવાઝોડા થી થયેલ નુકશાન નું સર્વે કરી ચૂકવાશે સહાય !
કૃષિ વાર્તાઝી ન્યુઝ
વાવાઝોડા થી થયેલ નુકશાન નું સર્વે કરી ચૂકવાશે સહાય !
તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં સૌરાષ્ટ્રના ગામડામાં મોટું નુકસાન થયું છે. ત્યારે સરવે કરાવીને તાત્કાલિક સહાય આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતના અસરગ્રસ્ત ખેતી વિસ્તારોનો સરવેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે એસડીઆરએફના નિયમો પ્રમાણે ખેડૂતોને સહાયતા ચૂકવવામાં આવશે. વાવાઝોડાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. જેના સરવેની કામગીરી સત્વરે હાથ ધરવા સંબંધિત જિલ્લા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખેડૂતોના ઓજાર અને ગોડાઉનને પણ નુકસાન થયું ખેડૂતોને યુદ્ધના ધોરણે સહાય ચૂકવવા ભારતીય કિસાન સંઘે ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા કહેવાયુ કે, ઉનાળુ પાક, મગફળી, મગ, તલ, બાજરી અને બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયુ છે. ખેડૂતોના યાંત્રિક ઉપકરણો અને ગોડાઉનમાં થયેલા નુકશાન માટે પણ સહાય ચૂકવવામાં આવે. આ માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરી સહાય માટે માંગણી કરાઈ. ખેડૂતોને નુકસાન ચૂકવવામાં આવે - કિસાન સંઘ વાવાઝોડાને લઈને રાજકોટમાં કિસાન સંઘ દ્વારા ખેડૂતોને સહાય આપવાની ઉઠી છે. કિસાન સંઘના નેતા દિલીપ સખીયાએ જણાવ્યું કે, વાવાઝોડાને પગલે તલ, મગ, બાજરી અને બાગાયતી પાક, જેમાં ખાસ કરીને કેરી અને નાળિયેરીને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવી આપવા સરકાર પગલાં ભારે. પીએમ મોદી સૌરાષ્ટ્રનો ચિતાર લેવા આવ્યા છે, ત્યારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ વળતર સહાયની માંગણી રજૂ કરે તેવી માંગણી કિસાન સંઘ દ્વારા કરવામાં આવી. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 150 થી 200 કરોડનુ નુકસાન તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વાર વહેલી તકે સર્વે કરી રકમ ચૂકવવા માંગ કરાઈ છે. આ માટે સાથે જ ટેકાના ભાવે સરકારને પાકની ખરીદી કરવા માંગ કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું. અંદાજે 150 થી 200 કરોડ રૂપિયાનું નુકસાન હોવાનું કહેવાય છે. જહાંગીર પુરા જીનિંગ મિલ પર ટ્રેક્ટરની લાઇનો પડી છે. કાંટો બગડી જતા 34 કલાકથી ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા છે. તો બીજી તરફ, ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક પણ પલળી ગયો છે. ઉપલેટામાં કેળાના પાક વેરવિખેર થયો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તૌકતેએ બાગાયતી પાકમાં વિનાશ વેર્યો છે. ઉપલેટામાં કેળાની ખેતીને વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયુ છે. ગઈકાલે ઉપલેટામાં ત્રાટકેલા તૌકતેએ બાગાયતી ખેતીમાં વેરેલ વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે. ઉપલેટામાં કેળાના પાકની ખેતીને પુષ્કળ નુકસાન થયું છે. કેળાનો તૈયાર થઈ ગયેલ 70% ટકા પાક જમીનદોસ્ત થયો છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
25
13
અન્ય લેખો