હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
વાવાઝોડા🌪️ પછી રાખો આ સાવધાની
બિપરજોય વાવાઝોડું🌪️ ગુજરાત સાથે ટકરાઈને આગળ વધી ગયું છે. તેના લીધે જખૌ પોર્ટ સહિત કચ્છની નજીકના મોટાભાગના વિસ્તારો પર તેની માઠી અસર જોવા મળી રહી છે.
🌪️વાવાઝોડા પછી સાવચેતીના પગલાં
👉વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું.
👉અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં.
👉ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા.
👉કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો.
👉ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહીં.
👉ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા.
👉ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો.
👉ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવું.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!