ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વાવણી સમય, હરોળ વચ્ચેનું અંતર અને બિયારણના દરની જીવાત ઉપર અસર
• કોઇ પણ પાકનું સાંકડાગાળે તથા નજીક વાવેતર કરવાથી જીવાતોનો ઉપદ્રવ વધતો હોય છે. • સાંકડે ગાળે વાવેતર કરવાથી ભેજનું પ્રમાણ વધારે અને સૂર્ય પ્રકાશની અપૂરતિ જીવાતને વધવામાં મદદ મળતી હોય છે. • ડાંગરની ફેરરોપણીનું અંતર બે છોડ વચ્ચે ઓછું રાખવાથી ચૂસિયાં અને પાન વાળના ઇયળનો ઉપદ્રવ વધુ રહે છે. • શેરડીની રોપણી ટૂંકા ગાળે કરવાથી ગાભામારાની ઇયળથી નુક્સાન વધારે થતો હોય છે.
• કપાસની બે હરોળ વચ્ચેનું અંતર ટૂંકુ રાખવાથી ચૂંસિયા પ્રકારની જીવાતો વધારે આવે છે. • મગફળીનું નજીકમાં વાવેતર કરવાથી મોલોનો ઉપદ્રવ ઓછો રહે છે. • વાવણી સમયનો ફેરફાર કરવાથી પણ જીવાતની વસ્તિ વધારે ઓછી રહે છે. • રાયડાનું વાવેતર ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં કરવામાં આવે તો મોલો અને રાઇની માખીનો ઉપદ્રવ નહિવત રહે છે. • જૂવારની વહેલી વાવણી સાંઠામાખીનો ઉપદ્રવ ખૂબ જ ઓછો રહે છે. • ઉનાળું કઠોળ જેવા કે મગ, અડદનું વાવેતર ફેબ્રુઆરીના બીજા પખાવાડિયાથી માર્ચના પ્રથમ અઠવાડિયા વચ્ચે કરવાથી જીવાતોનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. • વહેલી કપાસની વાવણીથી ચૂસિયાં જીવાતથી ઓછું નુકસાન થાય છે. • મકાઇનું ઓગષ્ટ્ના પ્રથમ પખવાડિયે કરવાથી ગાભમારાની ઇયળ કાબૂમાં રહે છે. • બિયારણનો ભલામણથી થોડો વધારે રાખવાથી જુવારમાં સાંઠામાખીથી થતા નુકસાનને સરભર કરી શકાય છે. • આમ, કૃષિ યુનિ. કે ખેતીવાડી ખાતા તરફથી ભલામણ કરેલ વાવણીનો અંતર, વાવણીનો સમય અને બિયારણનો દર જાળવી રાખવાથી કેટલીક જીવાતો સામે રક્ષણ મેળવી શકાય છે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
295
0
અન્ય લેખો