AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાર્ષિક 4 લાખ ના ભાડા પટેૃ જમીન લઈને કરી ખેતી, વળતર લાખોમાં મેળવશે !
કૃષિ વાર્તાઝી ન્યુઝ
વાર્ષિક 4 લાખ ના ભાડા પટેૃ જમીન લઈને કરી ખેતી, વળતર લાખોમાં મેળવશે !
👉 જૂનાગઢ નજીક ખડીયા ગામે એક શિક્ષિત પરીવારે ૩૦ વીઘામાં ૩૨ પાક લઇ સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે. વળી આ જમીન પણ તેમણે વાર્ષિક ૪ લાખના ભાડા પટેૃ લીધી છે. આ શિક્ષિત પરીવાર પરંપરાગત ખેડુત નથી વણીક છે. પરંતુ ગૈા સેવા સાથે સંકળાયેલ આ પરિવાર સંપૂર્ણ ગાય આધારીત ખેતી વિકસાવી સૈા માટે પ્રેરણારૂપ બન્યો છે. તેમના અંદાજ મુજબ ૩૦ વીઘા જમીનમાં કેળા, પપૈયા, શેરડી,શાકભાજી, સહિતના વિવિધ પાકોના વાવેતર થી દર વર્ષે ૨૩ લાખ થી વધુની આવક થવાનો અંદાજ છે. તેમનું શાકભાજી રીલાયન્સ ફ્રેશમાં વેચાણ માટે જાય છે. 👉જૂનાગઢના હેમલ ભાઇ મહેતા એ છેલ્લા ૬ મહિનાથી ખડિયા ગામે ૩૦ વીધા જમીન ભાડા પટેૃ (સાંખે) રાખી છે. જેમાં તેમણે ૩૨ પાકનું વાવેતર કર્યું છે. જેમાં ૧૧ પાક બજારમાં વેચાણ થઇ શકે એવા છે. જ્યારે બાકીના ૨૧ પાક ઘરે ઉપયોગમાં લઇ શકાય એવા કઠોળ,ફળ, વગેરેના છે. હેમલભાઇનો પરીવાર શિક્ષિત અને આર્થિક રીતે પણ સુખી સંપન્ન છે. ત્યારે આવા સમયે ખેતી જેવો મહેનતવાળો વ્યવસાય કરવાનો વિચાર શા માટે આવ્યો એ અંગે તેઓ કહે છે, 👉 કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 👉 વર્ષ ૨૦૧૯ માં મારા પિતાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેના મુખ્ય કારણમાનું એક રાસાયણીક ખાતર અને જંતુંનાશક દવાના છંટકાવવાળુ અનાજ, શાકભાજી હતા. 👉 બસ ત્યાર બાદ થી વિચાર આવ્યો કે, મારો પરીવાર નીરોગી જીવી શકે આ માટે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનો વિચાર આવ્યો. આ ખેતી થકી અમે ૮૦ ટકા આત્મનિર્ભર બની ગયા છીએ. બાકી ૨૦ ટકા જ બજાર પર આધારીત રહેવું પડશે. આ પાક સંપૂર્ણ ઓર્ગેનિક હોવા છતા રૂટીન ભાવ મુજબ જ વેચાણ કરવામાં બસ ત્યાર બાદ થી વિચાર આવ્યો કે, મારો પરીવાર નીરોગી જીવી શકે આ માટે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી નો વિચાર આવ્યો. આ ખેતી થકી અમે ૮૦ ટકા આત્મનિર્ભર બની ગયા છીએ. બાકી ૨૦ ટકા જ બજાર પર આધારીત રહેવું પડશે. વર્ષે ૨૩ લાખની આવકનો અંદાજ : 👉 હેમલભાઇ ના જણાવ્યા મુંજબ આ વાવેતર થકી વર્ષે ૨૩ લાખ ની આવકનો અંદાજ છે. તેમની ગણતરી મુજબ કેળનું ૧૨ વીધા માં વાવેતર જેમાં થી રૂ. ૧૨ લાખની આવકનો અંદાજ છે. પપૈયા માંથી રૂ. ૩ લાખ, શેરડી માંથી રૂ. ૪ લાખનો, રીંગણ-ટમેટા,મરચામાંથી રૂ. ૩ લાખની, ઘઉં માંથી ૨ લાખ, કોબી, ફલાવર માંથી ૨ લાખ ની અપેક્ષા છે. એકઝોટીક વેજીટેબલ માંથી રૂપિયા ૧ લાખની આવકનો અંદાજ 👉 એકઝોટીક વેજીટેબલ્સ એટલેકે વિદેશી શાકભાજી. હાલ સૈારાષ્ટ્રસમાં માત્ર ૧૦-૧૨ જેટલા ખેડુતો આ પ્રકારના સીડનું વાવેતર કરે છે. આ વાવેતર થી અંદાજે વાર્ષિક રૂ. ૧ લાખની આવક થવાની શક્યતા છે. આ શાકભાજી ભારતીય શાકભાજી કરતા અલગ પડે છે. જેમાં કોબી અને ફલાવરનો રંગ લાલ હોય છે. મરચું પર્પલ કલરનું હોય છે. સંદર્ભ : ઝી ન્યૂઝ, 07 નવેમ્બર, 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
45
7
અન્ય લેખો