AgroStar
વાતાવરણ પલટો, કેટલાક વિસ્તારમાં વરસાદ ની આગાહી !
મોન્સૂન સમાચારVTV ન્યૂઝ
વાતાવરણ પલટો, કેટલાક વિસ્તારમાં વરસાદ ની આગાહી !
👉 રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન વિભાગની આગાહી 👉 ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં થઈ શકે છે હળવો વરસાદ 👉 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના 👉 આજથી કેરળમાં ચોમાસાનું આગમન થયું છે જેના કારણે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ગુજરાના અનેક જિલ્લાઓમાં વાવાવરણાં પલટો જોવા મળ્યો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મોડી સાંજે બાદ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી 👉 ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતને અનેક જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે જેના ભાગ રૂપે અમદાવાદમાં ભારે વહેલી સવારે ભારે પવન ફુંકાયો તો અને વાતાવરણમાં પલટો આવી જતા વરસાદી માહોલ સર્જાયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ 👉 રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.પંચમહાલ ગોધરામાં પણ વાતાવરણ પલટાની અસર જોવા મળી હતી જેના પગલે વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.શહેરા, મોરવા હડફ અને ગોધરા સહિત અનેક વિસ્તારમાં બે દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાતાવરણમાં પલટો જોવા મળ્યો 👉 આ તરફ સુરતના પાલ, અડાજણ વિસ્તારમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેના લીધી અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસું બેસશે જેના ભાગ રૂપે પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થતા રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી 👉 આ તરફ અરવલ્લીમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અરવલ્લીના શામળાજી, ઈસરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.મોડી રાતે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો. ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. 👉 સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
28
8
અન્ય લેખો