કૃષિ વાર્તાઝી ન્યુઝ
વાતાવરણ નું લાગ્યું ગ્રહણ જાણો શું અસર થશે કેસર કેરી પર !
👉 અમરેલી જિલ્લાની કેસર કેરી ગુજરાતભરમાં વખણાય છે. હાલ કેરીને અનુરૂપ વાતાવરણ નહી હોવાને કારણે કેરીના બગીચાઓમાંથી અમુક કેરીઓ ખરવા લાગી છે. કેરીઓ ખરતા કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુકાયા છે મુંઝવણમાં. ત્યારે આ વર્ષે કેરીનો પાક ગત વર્ષ કરતા ઓછો થાય તેવું ખેડૂતો કહી રહ્યા છે. 👉 ધારી તાલુકો કેસર કેરીનો હબ વિસ્તાર છે. ધારી તાલુકામાં દિતલા, મોરજર, જર, ચલાલા, સાવરકુંડલા, શેલણા વગેરે વિસ્તારમાં કેસર કેરીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન ખેડૂતો કરતા હોય છે. પરંતુ આ વર્ષે તમામ કેસર કેરીના બગીચામાં કેરીઓ અમુક કેરીઓ ખરવા લાગી છે. કેરીઓ ખરી જતા કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો શરૂઆતમાં ખુબજ પુષ્કળ પ્રમાણમાં આંબા ઉપર ફલાવરિંગ સારું આવ્યું હતું. કેરી પક્વતા ખેડૂતોને આશા હતી કે, આ વર્ષે કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થશે પરંતુ હવામાન અનુકૂળ નહી આવતા કેરીનો ફાલ ઓછો થઈ ગયો છે. 👉 શરૂઆતમાં કેસર કેરીના આંબા ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં સારું ફલાવરિંગ થયું હતું. તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી. આ વર્ષે કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં થશે તેવું ખેડૂતોને લાગી રહ્યું હતું. પરંતુ અચાનક જ હવામાન બદલાઈ જતાં અને કેરીના પાકને હવામાન અનુકુળ ન આવતા આ વર્ષે કેરીનો પાક 50 ટકા ઓછો થઈ જશે તેવુ ખેડૂતો અને કેરીના પાકનો ઈજારો રાખનાર કહી રહ્યાં છે. સંદર્ભ : ઝી ન્યુઝ. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
9
1
સંબંધિત લેખ