ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
વાતાવરણમાં ભેજ નું પ્રમાણ વધતા થશે આ જીવાત નો એટેક!!
👨ખેડૂત મિત્રો હાલ માં વધુ પડતા વરસાદ ને કારણે પાક માં ઘણી સમસ્યા જોવા મળે છે.વાતાવરણ માં ભેજ નું પ્રમાણ વધતા મોટા ભાગ ના પાકોમાં લીલી પોપટી નો ઉપદ્રવ વધુ જણાશે.આ જીવાત ના બચ્ચા તથા પુખ્ત બને પાનની નીચે ની સપાટી પર રહી ને રસ ચૂસે છે.જેથી પાન કોકડાઈ જાય છે.વધુ પડતા ઉપદ્રવમાં કિનારી પરથી પાન બળતું જણાઈ છે.
👉તો આ જીવાતના અસરકારક નિયંત્રણ વિશે જો વાત કરીએ તો શટર (થાયોમીથોકઝામ ૭૫%) ૭ ગ્રામ અથવા મેંટો (ઈમીડાક્લોપ્રીડ ૧૭.८ %) ૫ ગ્રામ/૧૫ લીટર પાણી માં ભેળવી ને છંટકાવ કરવો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.