સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વાછરડાને જન્મ આપતા પહેલાં ગાભણ પશુઓની સંભાળ
• પ્રથમ અને અગ્રણી, ગાભણ પશુઓને અન્ય પશુઓથી અલગ જગ્યાએ રાખવું જોઈએ.
• ગાયના ગમાણ સ્વચ્છ, હવાની સારી અવરજવર વાળા , વાયુમય અને તેમાં સારો સૂર્યપ્રકાશ હોવો જોઈએ.
• ગાભણ ગાયનું ગમાણ શક્ય હોય ત્યાં સુધી ઘરની નજીક હોવું જોઈએ.
• ગમાણમાં કીટનાશકનો છંટકાવ કરવો જોઇએ જેથી તે પ્રાણીઓમાં રોગો અટકાવી શકે.
• ગાભણ પશુઓને લપસણ ધરાવતી જગ્યાએ રાખવું જોઇએ નહીં.
• જમીન પર સ્વચ્છ ઘાસ ફેલાવવું જોઈએ, અને તે દર 2 થી 3 દિવસમાં બદલવું જોઈએ.
• ગાભણ ગાયોને પર્વતીય વિસ્તારોમાં અથવા ચરાઈ માટે ઊંચાઇના સ્થાનો પર લઈ જવી નહીં.
• પ્રાણીઓને વ્યાયામ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.
• ઉચ્ચ ગુણવત્તાના પશુ ખાદ્યનો ઉપયોગ થવો જોઈએ.
• ખનિજ મિશ્રણનો ઉપયોગ ખોરાકમાં થવો જોઈએ.
• ગાયને ઠંડુ, તાજું અને સ્વચ્છ પાણી મોટા પ્રમાણમાં આપવું જોઇએ.
એગોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ, 4 નવેમ્બર 17