AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાકુંબા, આની કોઇ જ દવા નથી ???
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વાકુંબા, આની કોઇ જ દવા નથી ???
📍 આ એક પરોપજીવી વનસ્પતિ છે જે પાકના મૂળ ઉપર ચોંટી રહી છોડનો ખોરાક લે છે. 📍 જેને લીધે પાકની વૃધ્ધિ, વિકાસ અને ઉત્પાદન ઉપર માઠી અસર પડતી હોય છે. 📍 તમાકુ, રીંગણી, ટામેટી અને અન્ય પાકોમાં આનો ઉપદ્રવ સવિશેષ રહેતો હોય છે. 📍 આને નાશ કરવાની કોઇ દવા ઉપલબ્ધ હાલમાં નથી. ઉનાળામાં ઉંડી ખેડ કરવી. 📍 જુવાર- અડદ- મગ જેવા પાકથી પાકની ફેરબદલી કરો. 📍 વાકુંબા ઉપદ્રવિત ખેતરને ખેડ્યા પછી હળ કે ટ્રેક્ટર બરાબર સાફ કરવા કે જેથી બીજા ખેતરમાં તેના બીજ જાય નહિ. 📍 બી આવતા પહેલા વાકુંબા કાઢી લઇ નાશ કરવા પણ ઉકરડામાં ક્યારે નાંખવા નહિ. 📍 ઉપદ્રવિત ખેતરમાં બીજી વાવણી વખતે લીમડાનો ખોળ ભરવો અને આમ સંકલિત ઉપાયોથી જ વાકુંબાનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
5
અન્ય લેખો