એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વહેલી પાકતી તુવેરમાં શીંગ કોરી ખાનાર ઇયળનો કરો ખાત્મો !
👉 જે ખેડૂતોએ તુવેરની વાવણી વહેલી કરી હશે તેવો પાક ફૂલ અવસ્થાએ પહોંચી ગયો હશે.
👉 આ ફૂલ અવસ્થાએ લીલી ઇયળનો ઉપદ્રવ હોઇ શકે છે.
👉 કેટલાક તુવેરના ફૂલોને બારીકાઇથી જોઇ આવી ઇયળની હાજરી છે કે કેમ તેની ખાત્રી કરવી જ રહી.
👉 આવી ઇયળો ફૂલોને પણ કોરી ખાતી હોવાથી આર્થિક દ્રષ્ટિએ નુકસાન પહોંચાડી શકે છે.
👉 ગુચ્છામાં લાગતી શીંગોવાળી જાતોમાં આનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે.
👉નિયંત્રણ માટે ઉપદ્રવની શરુઆત થતા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ક્લોરાંટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુડીજી ૫ ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઇસી ૧૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
વિડીયો માહિતી જાણવા માટે ક્લિક કરો https://youtu.be/g2qMp0U_x2I