કૃષિ વાર્તાકૃષિ જાગરણ
વર્ષ 2019 માં સરકાર પાસેથી ખેડૂતો ને શું મળ્યું ખાસ, જાણો
નવી દિલ્હી:સરકારે 5 જુલાઈ 2019 ના રોજ પોતાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સરકારે ખેડૂતોના હિતમાં ઘણા મહત્વના પગલાં લીધાં હતાં.નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટ રજૂ કર્યું, આ બજેટમાં ખેડૂતોને ઝીરો બજેટ ખેતી, ખેડૂત ઉત્પાદક સંગઠન, ઇ-નામ, ખેડૂતોની આવક ડબલ કરવી જેવી કેટલીક બાબતો કહી હતી.
વર્ષ 2019 ના બજેટમાં સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2022 સુધીમાં આશરે 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવવામાં આવે. આ સાથે, સરકારે વર્ષ 2019 માં ખેડૂતોના લાભ માટે અનેક યોજનાઓની જાહેરાત કરી. જેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજનામાં ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી હતી. આ યોજના અંતર્ગત વાર્ષિક 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે, જેથી ખેડૂત ભાઈઓ સારી રીતે ખેતી કામ કરી શકે. આ યોજનાનો લાભ અનેક ખેડુતો મેળવી રહ્યા છે. સરકારે વર્ષ 2019 માં ખેડૂતો માટે ઘણું બધુ કર્યું છે, પરંતુ આવનાર વર્ષ 2020 માં ખેડૂતો માટે કંઈક ખાસ લાવશે, તે આગામી સમયમાં જાણવા મળશે. સંદર્ભ - કૃષિ જાગરણ, 30 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
785
0
અન્ય લેખો