AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
૫ વર્ષ માટે કરો રોકાણ, મેળવો જબરૂ વળતર !!
સમાચારએગ્રોસ્ટાર ઇન્ડિયા
૫ વર્ષ માટે કરો રોકાણ, મેળવો જબરૂ વળતર !!
📢પોસ્ટ ઓફીસ ની શાનદાર સ્કીમ લાંબા ગાળા માટે રોકાણ કરવામાં રસ ધરાવે છે અને ધીરજ પણ ધરાવે છે, તો તમે પાંચ વર્ષની મુદતવાળી પોસ્ટ ઓફિસ સ્કીમ માં રોકાણ કરી શકો છો. જેમાં તમને વધુ સારું વળતર અને ટેક્સ છૂટનો લાભ આપે છે. આ ઉપરાંત, તમારા પૈસાની સલામતીની ખાતરી પણ આપવામાં આવે છે. 📢૫ વર્ષનું ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં એફડી તરીકે ઓળખાતી યોજના પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ છે. પોસ્ટ ઓફિસમાં, તમે ૧,૨,૩ અને ૫ વર્ષ માટે સમય જમા કરાવી શકો છો. પરંતુ સૌથી વધુ વ્યાજ ૫ વર્ષ માટે ટાઈમ ડિપોઝીટમાં મળશે. હાલમાં આ યોજનામાં વાર્ષિક ૬.૭ ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તમે આ ખાતું ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયામાં ખોલાવી શકો છો. તમે ૧૦૦ ના ગુણાંકમાં ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો. 📢૫ વર્ષની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(NSC) ८મો ઇશ્યૂમાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો લૉક-ઇન પિરિયડ ધરાવે છે. એટલે કે, તમે રોકાણના પાંચ વર્ષ પછી જ તેને ઉપાડી શકશો. NSC માં રોકાણ એકદમ સલામત છે. એનએસસીમાં ત્રણ રીતે રોકાણ કરી શકાય છે. હાલમાં, આ યોજનામાં વ્યાજ દર ૬.८% છે. તમે આ સ્કીમમાં ઓછામાં ઓછું રોકાણ કરી શકો છો તે રૂ. ૧૦૦૦ છે અને તમે ૧૦૦ ના ગુણાંકમાં નાણાંનું રોકાણ કરી શકો છો. રોકાણની રકમ પર કોઈ મર્યાદા નથી. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો 📢
32
2
અન્ય લેખો