સફળતાની વાર્તાદિવ્ય ભાસ્કર
વર્ષે 7 લાખની કમાણી કરે છે ખેતીમાં !
ડીસાના ખેડૂતે મગફળી અને બટાટાની ખેતી વચ્ચેના બે મહિનાના સમયમાં ડુંગળીની ખેતીનો સફળ પ્રયોગ કર્યો, વર્ષે 7 લાખની કમાણી કરે છે ખેતીમાં પણ ખેડૂત હવે ઘણા આગળ વધી રહ્યા છે નોકટી છોડીને પણ ભણેલ ગણેલ લોકો પણ આજે ખેતી તરફ વળી રહ્યા છે, આ ખેડૂતએ રસપ્રદ કામ કરેલ છે જુઓ આ વિડિઓ !
🧅 1 મહિનામાં આવક થઇ એટલી આખા વર્ષમાં થતી નહોતી આ અંગે કનવરજી વાધણિયાએ જણાવ્યું હતું કે પહેલાં અમે ચીલાચાલુ ખેતી કરતા હતા. મગફળી, એરંડા અને બાજરી જેવી ખેતી કરતા હતા. જોકે એમાં વધારે ફાયદો થતો નહોતો. એકવાર અમે મગફળી વાવણી કર્યાં પછી બટાટાની વાવણી વચ્ચે દોઢ-બે મહિના જમીન કોરી પડી રહે છે. આ દરમિયાન મેં સૂકી ડુંગળીની ખેતી શરૂ કરી અને એક મહિનામાં જ સૂકી ડુંગળીમાં જેટલી આવક થઇ, તેટલી આવક અગાઉ અમને આખા વર્ષમાં થતી નહોતી.
🧅 2012માં સૂકી ડુંગળીના વાવેતરનો પ્રયોગ કર્યો ખેડૂત કનવરજી વાધણિયા(ઠાકોર)એ તેમના ખેતરમાં અત્યારસુધીમાં અનેક સફળ પ્રયોગ કર્યા છે અને આ પ્રયોગોની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કનવરજી વાધણિયાની ખેત પદ્ધતિ વિશે ખેતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે અને તેમના ખેતરની મુલાકાત લેવડાવવામાં આવે છે.કનવરજી વાધણિયાએ આવો જ એક પ્રયોગ 2012માં સૂકી ડુંગળીનું વાવેતર કરીને કર્યો હતો.
🧅 વર્ષે 700 કટ્ટા ડુંગળીનું વાવેતર વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ-2012માં સૌપ્રથમવાર 1 વીઘા ડુંગળીની ખેતીમાંથી 40થી 50 હજાર રૂપિયાની ચોખ્ખી બચત થઇ હતી. સારી આવક થતાં અમે 100 કટ્ટાનું વાવેતર કર્યું હતું. ધીરે ધીરે ડુંગળીનું વાવેતર વધારતા ગયા ગયા વર્ષે 700 કટા નું વાવેતર કર્યું હતું. ખૂહ જ સારું ફાયદો રહ્યો હતો. આ વખતે 500 જેવા કટ્ટાની હાલ ખેતી કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ-2012માં સૌપ્રથમવાર 1 વીઘા ડુંગળીની ખેતીમાંથી 40થી 50 હજાર રૂપિયાની ચોખ્ખી બચત થઇ હતી. સારી આવક થતાં અમે 100 કટ્ટાનું વાવેતર કર્યું હતું. ધીરે ધીરે ડુંગળીનું વાવેતર વધારતા ગયા ગયા વર્ષે 700 કટા નું વાવેતર કર્યું હતું. ખૂહ જ સારું ફાયદો રહ્યો હતો. આ વખતે 500 જેવા કટ્ટાની હાલ ખેતી કરી છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : દિવ્ય ભાસ્કર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.