AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વરિયાળી માં દાણાની મીડ્જ જીવાત !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
વરિયાળી માં દાણાની મીડ્જ જીવાત !
👉 હાલ વરિયાળી કાપણી અવસ્થાએ આવી ગઈ હશે. 👉 ખેડૂતો વરિયાળીને છાંયડામાં સુકવતા હોય છે. 👉 તે દરમ્યાન આ દાણાની મીડ્જ નુકસાન કરી શકે છે. 👉 કેટલીક વાત ખેતરમાં જ આનો ઉપદ્રવ શરુ થઇ જતો હોય છે અને સુકવણી વખતે આપણને નજરે પડે છે. 👉 આ જીવાતની ઇયળ દાણામાં ભરાય જઇ અંદર રહી નુકસાન કરતી હોય છે. 👉 બારીકાઇથી જોતા દાણા ઉપર ઝીણૂં કાણૂં જોવા મળે છે. 👉 આ પ્રકારના નુકસાનથી વરિયાળીની ગુણવત્તા તો બગડે છે પણ સાથે સાથે તેલના ટકા પણ ઓછા થાય છે. 👉 આવા કાણાં વાળા બીની ઉગાવાની શકિત/સ્ફૂરણશકિતમાં નોંધપાત્ર ધટાડો જોવા મળે છે. 👉આ જીવાતનો ઉપદ્રવ દર વર્ષે દેખાતો હોય તો ખેતર થી જ એના ઉપાય કરવા જોઇએ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.
9
2
અન્ય લેખો