સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વરિયાળીમાં મૂળ અને થડનો કોહવારોની સમસ્યા...
🔅મૂળ અને થડનો કોહવારાના રોગનું નિયંત્રણ કરવું શા માટે કરવું જરૂરી છે. 🔅આ રોગનો ફેલાવો ફૂગ વડે જમીન મારફતે થાય છે. જમીનમાં ઓછો ભેજ, ગરમ વાતાવરણ, ફૂલ આવવા પેહલા વધુ ભેજ, ફૂલ આવ્યા પછી ઓછો ભેજવાળું વાતાવરણ આ રોગને અનુકૂળ છે. 🔅સમયસર નિવારણ ન થાય તો આખા ખેતરમાં આ પ્રશ્ન જોવા મળે છે અને છોડ સુકાઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘણું નુકસાન આવે છે. 🔰 વરિયાળી મૂળ અથવા થડનો કોહવારો: 🔅આ રોગ રોપણીના ૧૫ થી ૨૦ દિવસ બાદ દેખાય છે. 🔅જરૂરી પોષકતત્વો ન મળવાને લીધે છોડ પીળો પડી સુકાઈ જાય છે. 🔅છોડને પાણીની અછત પડતી હોય એવું લાગે છે, અને મૂળ કોહવાઈ જાય છે 🔅સમય જતા અસરગ્રસ્ત છોડ જમીન ઉપર ઢળી પડે છે. ઢળી પડેલા છોડને ઉપાડીને જોતા મુખ્ય મૂળ સહીત બધા જ મૂળ ભૂખરા રંગના, રેષાવાળા તાંતણા જેવા થઇ ગયેલા જોવા મળે છે. 🔅ખાસ કરીને જમીનનું ઉષ્ણતામાન ઊંચું હોય ત્યારે આ રોગથી વધારે નુકસાન થતું હોય છે. 🔰 નિયંત્રણ :- જો ખેતર આ પ્રકારનો રોગ અગાઉ પણ જોવા મળેલ હોય ખેતર તૈયાર કરતી વખતે મેન્ડોઝ (મેન્કોઝેબ ૬૩% +કાર્બેન્ડાઈઝિમ ૧૨% ડબ્લ્યુપી) @ ૫૦૦ ગ્રામ/એકર મુજબ જમીનમાં આપવી. 🔅ઉભા પાકમાં રોગ જોવા મળે તો ધાનુસ્ટીન ( કાર્બેન્ડાઈઝિમ૫૦ % ડબ્લ્યુ પી) @ ૨૫૦ ગ્રામ અથવા મેન્ડોઝ (મેન્કોઝેબ ૬૩% +કાર્બેન્ડાઈઝિમ ૧૨% ડબ્લ્યુપી)@ ૫૦૦ ગ્રામ/એકર મુજબ જમીનમાં પીવડાવવી. 🔅જો ખેતરમાં થોડા પ્રમાણમાં આ રોગ જોવા મળે તો રોગિષ્ટ છોડને એનો નાશ કરવો. નુકસાની ચાલુ થાય એ પેહલા જ સારી ફુગનાશકનો ઉપયોગ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
9
6
અન્ય લેખો