AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વરિયાળીમાં પિયત અને સાકરીયા માટે ની સલાહ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
વરિયાળીમાં પિયત અને સાકરીયા માટે ની સલાહ !
👉સારા વિકાસ માટે જમીનની પ્રત અને હવામાન મુજબ 15 થી 20 દિવસના અંતરે 8 થી 10 પિયત આપવા. 👉કાળિયો અને સાકરિયો ખાસ કરીને જાન્યુઆરી- ફેબ્રુઆરી માં જોવા મળે છે, આ સમયે પાણી ની અછત વર્તાય તો હળવું પિયત આપવું. પાકની કટોકટી ની અવસ્થા ચક્કર બેસવા અને દાણા વિકાસ અવરથાએ અવશ્ય પિયત આપવું. 👉 ઉત્તર ગુજરાતમાં ચોમાસુ વરિયાળીને જોડિયા હાર પદ્ધતિથી ( 50 સમી x 50 સેમી x 1 મીટર ) ફેરરોપણી કરી 4 લિટર / ક્લાક ના દરે ટપક સિંચાઇ પદ્ધતિથી જાન્યુઆરી - ફેબ્રુઆરી માં 4 કલાક ચલાવવી. 👉 સાકરિયો : - આ કોઈ રોગ નથી પરંતુ દેહધાર્મિક વિકૃતિના કારણે ફૂલમાથી મધ જેવું પ્રવાહી નીકળે છે. જેના કારણે કાળી ફૂગનો ઉપદ્રવ થવાથી છોડ કાળા પડી જાય છે. પરિણામે દાણા બેસતા નથી. -આ રોગના નિયંત્રણ માટે ખાસ કોઈ અસરકારક ઉપાય નથી પરંતુ વધુ પડતાં પિયત અને નાઇટ્રોજન ખાતર આપવું નહીં. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3
અન્ય લેખો