AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વરસાદ હજુ ચાલુ રહેશે, હવામાન વિભાગે ગુજરાત સહિત આ રાજ્યો માટે કરી મોટી આગાહી
મોનસુન સમાચારabpasmita.in
વરસાદ હજુ ચાલુ રહેશે, હવામાન વિભાગે ગુજરાત સહિત આ રાજ્યો માટે કરી મોટી આગાહી
દેશભરમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર જામી ગયું છે. હવામાન ખાતાએ પણ આનંદના સમાચાર આપ્યા છે કે દેશમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 100 ટકા વરસાદ થશે એટલે કે ચોમાસુ સામાન્ય રહેશે. જોકે, તેમાં 8 ટકાનો વધારો કે ઘટાડો થઈ શકે છે. અલ નીનોની અસર ઘટતા સારું ચોમાસુ બેઠું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ ગુરુવારે જણાવ્યું કે, બંગળાની ખાડીના ઉત્તર ભાગમાં લો પ્રેસર ઊભું થયું હોવાથી આગામી બે સપ્તાહમાં સારો વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 3 ઓગસ્ટે પણ ભારે વરસાદ પડવાનું એલર્ટ આપ્યું છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 02 ઓગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
28
0