AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNakum Harish
વરસાદ ખેંચાતા સરકાર આપશે હવે 10 કલાક વીજળી !
ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ રાજ્યમાં વરસાદ ખેંચાતા મુખ્યમંત્રી દ્વારા કિસાનોના હિત માટે વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.૭મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઇ છે પરંતુ તેમ છતાં રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હજી વરસાદ પડવાના કોઈ જ વાવડ નથી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
6
અન્ય લેખો