કૃષિ વાર્તાTech Khedut
વરસાદ ખેંચાતા સરકારે લીધો ખેડૂત હિત માં નિર્ણય !
👉 રાજ્યમાં વરસાદ ખેંચાતા જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતિમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યના ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
👉 તારીખ ૩૦મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઊભા પાકને બચાવવા તાત્કાલિક અસરથી પાણી છોડવા માટેની CM રૂપાણીએ જળસંપત્તિ વિભાગને સૂચના આપી છે.
👉 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે જળસંકટ ઊભું થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોની ચિંતા વધી છે. વર્ષની શરૂઆતમાં થયેલા વરસાદથી હરખાયેલા ખેડૂતોને સારો પાક ઉતરવાની આશા હતી તે હવે ચિંતામાં ફેરવાઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૧૮ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઇ સંભાવના પણ નથી.
👉 વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Tech Khedut.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.