AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વરસાદી પાણીનો સંગ્રહ - જળ સંરક્ષણ માટે નો શ્રેષ્ઠ ઉપાય !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વરસાદી પાણીનો સંગ્રહ - જળ સંરક્ષણ માટે નો શ્રેષ્ઠ ઉપાય !!
ખેત તલાવડી માટે સ્થળની પસંદગી : ➡ ખેત તલાવડી પોતાના ખેતરના 10% વિસ્તારમાં કરવાથી ખેતરના વિસ્તાર મુજબ સંગ્રહાયેલ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. ➡ ખોદકામ કરીને બનાવતી ખેત તલાવડી ખેતરની એવી જગ્યાએ બનાવવી કે જ્યાં ખેતરના બધા જ પાણીનો સંગ્રહ કરી શકાય. ➡ પાળો અથવા બંધ બાંધીને બનાવતી ખેત તલાવડી માટે એક જ વિસ્તાર ના ખેડૂતો મળીને ખેતરની નજીકના યોગ્ય કુદરતી નીચાણવાળા ➡ ભાગની પસંદગી કરવી જોઇએ જેથી પાળો ઊંચો બનાવવાની જરૂરિયાત ન પડે. ➡ ખેત તલાવડીનું સ્થળ પાણીની ઉપયોગીતાની નજીક અથવા લઘુત્તમ અંતર હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ જેથી પાણીનો વ્યય ઓછો થાય. ➡ ખેત તલાવડી ભરાઈ ગયા પછી વધારાના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. પાણીનો વ્યય અટકાવવાના ઉપાયો : 💧 બાષ્પીભવન દ્વારા થતાં પાણીનો વ્યય અટકાવવા માટે ખેત તલાવડીની આજુ-બાજુ વૃક્ષો વાવીને છાંયડો કરીને બાષ્પીભવન થતું અટકાવી શકાય. 💧 ઝમણ દ્વારા થતો પાણીનો વ્યય અટકાવવા માટે ખેત તલાવડીના તળિયે રેતી, છાણ, અને ઘાસનું ૭:૨:૧ પ્રમાણમાં ૧૫ સેંટીમીટર જાડું સ્તર બનાવીને અથવા પોલિથિલીન શીટ ઉપર ૧૫ સેંટીમીટર જાડું માટીનો થર બનાવી શકાય છે. તે ઉપરાંત સિમેન્ટ, રેતી, ઈંટ અને કપચીનો ઉપયોગ કરીને ચણતરથી પળ ઘણું અસરકારક અને કાયમી હોય છે પરંતુ ઘણું ખર્ચાળ હોય છે. ખેત તલાવડીના ફાયદાઓ : 💧 ચોમાસામાં કે બીજી ઋતુમાં પાકની કટોકટી અવસ્થાએ જ્યારે વરસાદ કે પિયત માટેનું પાણી વધુ ખેંચાય ત્યારે આ એકત્ર કરેલા પાણી દ્વારા જીવન બચાઉ પિયત આપીને પાકને બચાવી શકાય છે. 💧 રવિ ઋતુના પાકો જેવા કે ઘઉં, ચણા, રાયડો વગેરેને વાવણી સમયે પિયત આપીને સારો ઉગાવો હાંસલ કરી શકાય છે. 💧 શુષ્ક વિસ્તારમાં સંગ્રહિત પાણી પશુઓને પીવા તેમજ અન્ય ઘરઘથ્થું વપરાશમાં પણ લઈ શકાય છે. 💧 ખેત તલાવડીમાં મત્સ્ય ઉછેર અને બાયોફર્ટિલાયઝર પણ ઉત્પન્ન કરી શકાય છે. 💧 ખેત તલાવડી બનાવવાથી વહી ગયેલ ખેતરની ફળદ્રુપ માટી ખેત તલાવડી સુકાયા બાદ ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. 💧 ઘરનું પાણી ઘરમાં અને ખેતરનું પાણી ખેતરમાં. સંદર્ભ : એગ્રોસ્ટાર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
1