AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વરસાદી પાણીનો સંગ્રહ કરવાની રીત
સલાહકાર લેખNavbharat Times
વરસાદી પાણીનો સંગ્રહ કરવાની રીત
ળ જ જીવન છે. જો આ જીવન છે તો તે બેશક તે કિંમતી છે અને આવી કિંમતી ચીજોની કદર જરૂરી છે. પાણી હંમેશાં મળતું રહે તે માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે. તો આવો જાણીયે વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો અને તેના ફાયદા શું છે? કેમ છે જરુરી • ભૂગર્ભ જળનો સતત વપરાશ કરવાથી પાણીનું સ્તર સતત ઘટતું જઈ રહ્યુ છે. જેના કારણે પીવાના પાણીની તંગી સર્જાઈ રહી છે. • વરસાદી પાણી એવી રીતે બગાડ થઇ રહ્યો છે જયારે તે બચાવી વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરી શકાય છે. • આનાથી વૃક્ષોની સંખ્યામાં વધારો થશે. • મોટા શહેરોમાં પાણીની સમસ્યા ઘણી હદ સુધી ઘટાડી શકે છે. કેવી રીતે કરશો સંગ્રહ સૌ પ્રથમ તેને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ ત્યાં હોવું જોઈએ જ્યાં વરસાદી પાણીનો આપણે મહત્તમ પ્રમાણમાં એકઠુ કરી શકીએ. આ માટે છત સૌથી યોગ્ય છે. સોસાયટીઓ અને પોતાની જમીન પર પોતાના હિસાબે ઘર બનાવવા માટે પાણીનો સંગ્રહ કરવો સરળ છે અને તેને ફરજિયાત પણ બનાવવામાં આવી રહ્યું છે. કેવી રીતે થાય છે હાર્વેસ્ટિંગ 1. સંગ્રહ આમાં વરસાદી પાણીનો ઉપયોગ સીધો જ કરવા માટે જમા કરવામાં આવે છે. આમાં રેની ફિલ્ટરનો ઉપયોગ થાય છે અને તેના કારણે આ પાણી સામાન્ય રીતે સાફ રહે છે. આ પદ્ધતિ તે વિસ્તારોમાં વધુ અસરકારક છે કે જ્યાં જમીનની નીચે પાણી ખારું હોય અથવા વરસાદ ખૂબ ઓછો થતો હોય. આ પાણીનો ઉપયોગ ઘરની સફાઈ અને બાગકામ માટે વાપરી શકાય છે. 2. રિચાર્જ જ્યાં પાણી મીઠું હોય ત્યાં જમીન નીચે વરસાદી પાણી મોકલીને ભૂગર્ભ જળને ફરીથી રિચાર્જ કરી શકાય છે. આપણે આ પાણીને ઇચ્છા પ્રમાણે ખર્ચ કરી શકતા નથી, પરંતુ આ રીતે જમીનની અંદર મીઠા પાણીનું સ્તર વધારી શકાય છે. આ માટે ખાસ પ્રકારનો ખાડો ખોદવો પડે છે. શું રાખશો ધ્યાન • બિલ્ડિંગના પાયા અથવા બેશમેંટ થી ખાડો ઓછામાં ઓછા 5 મીટર જેટલો હોવો જોઈએ. • તમે ઉપરોક્ત ફિલ્ટર મીડિયાની જગ્યાએ મલ્ટિપલ લેયર "જૂટ મેટ" નો પણ ઉપયોગ કરી શકો છો. • રિચાર્જ સ્ટ્રક્ચરની ઊંડાઈ 1 થી 4 મીટર સુધી હોય. • છત પર કોઈ પણ પ્રકારના કેમિકલ, કાટવાળું લોખંડ, ખાતર અથવા સાપ વગેરે ન હોવા જોઈએ. સંદર્ભ : નવભારત ટાઇમ્સ, 28 જુલાઈ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
120
0