AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વરસાદમાં માણો આ ખાસ અને ગરમાગરમ વાનગીની મજા !
ખાના ખજાનાVTV ગુજરાતી
વરસાદમાં માણો આ ખાસ અને ગરમાગરમ વાનગીની મજા !
સતત 2 દિવસથી વરસાદની સીઝન જામી છે તો જો હજુ પણ દાળવડાનો પ્લાન બાકી હોય તો આજે જ કરી લો તૈયારી, વરસાદની મજા પણ થશે બમણી. 🔸વરસાદમાં માણો આ વાનગીની મજા 🔸ઘરે બનાલી લો દાળવડાનું ખીરું 🔸ગરમાગરમ દાળવડાનો સ્વાદ આપશે મજા સામગ્રી: 🔸1 કપ મગની મોગર દાળ 🔸2 ચમચી ચોખા 🔸2 ચમચી અડધની દાળ 🔸અડધો કપ ફોતરાવાળી મગની દાળ 🔸8 વાટેલાં લીલાં મરચાં 🔸1 કપ કોથમીર 🔸1 ઈંચ આદુ અને 8 લસણની કળીની પેસ્ટ 🔸મીઠું સ્વાદ પ્રમાણે 🔸1/4 ચમચી ખાવાનો સોડા 🔸તળવા માટે સિંગતેલ 🔸રીત : સૌથી પહેલાં દાળ ચોખાને ધોઈને 5 કલાક પલાળી દો. પછી મિક્સરમાં અધકચરું વાટી લો. ધ્યાન રાખજો કે દાળ પાણી નાખ્યા વિના જ વાટવી. બહુ જરૂર લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરવું. પછી આ મિશ્રણને ઢાંકીને વધુ 3-4 કલાક માટે મૂકી દો. જેથી તમારા દાળવડા અંદરથી પોચા અને જાળીદાર બનશે. ત્યારબાદ મિશ્રણ લઈને તેમાં આદુ,મરચા અને લસણની પેસ્ટ, મીઠું, સમારેલી કોથમીર નાખી બધું જ એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ માટે ફેટી લો એટલે કે બરાબર મિક્સ કરી લો. પછી તેલ ગરમ મૂકો. મીડિયમ ગેસ રાખવો. પછી છેલ્લે ખાવાનો સોડા અને તેની પર 1 ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી લો. પછી એક એક કરીને દાળવડા બનાવીને તેલમાં નાખો અને મીડિયમ ફ્લેમ પર સરસ રીતે તળી લો. વડા ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. છેલ્લે તળેલાં મરચાં અને ડુંગળી સાથે ગરમાગરમ દાળવડા સર્વ કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
7
3