ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાએગ્રોવન
વરસાદના અભાવે ખરીફ પાકની વાવણી ધીમી પડી
ચોમાસાની સીઝનના બે મહિના બાદ પણ દેશના 12 રાજ્યોમાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહ્યો છે, જેના કારણે ઘણા રાજ્યોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિએ ખરીફ પાકની વાવણીમાં 6.5 ટકાનો ઘટાડો આવ્યો કુલ વાવણી માત્ર 788.52 લાખ હેક્ટરમાં થઈ છે. ગયા વર્ષે આ સમય સુધીમાં, 844.20 લાખ હેક્ટરમાં પાકનું વાવેતર થઈ ચૂક્યું હતું. મુખ્ય ખરીફ પાક ડાંગરની સાથે કઠોળના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ વર્તમાન ખરીફમાં કઠોળનું વાવેતર ઘટીને 105.14 લાખ હેક્ટર થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 7.12 ટકા ઓછું છે. અને ખરીફનો મુખ્ય પાક ડાંગરની વાવણી વર્તમાન ખરીફમાં અત્યાર સુધીમાં ફક્ત 223.53 લાખ હેક્ટરમાં જ રોપાયો છે, જ્યારે ગયા વર્ષ સુધીમાં તે 255.48 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ચાલુ ખરીફમાં અનાજની વાવણી અત્યાર સુધીમાં માત્ર 145.16 લાખ હેક્ટરની તુલનામાં ચાલુ ખરીફમાં માત્ર અત્યાર સુધી 136.17 લાખ હેક્ટરમાં થયું છે. સંદર્ભ - એગ્રોવન, 5 ઓગસ્ટ 2019
16
0
સંબંધિત લેખ