પશુપાલનએગ્રોવન
વધુ દૂધ ઉત્પાદન માટે ખોરાકમાં પોષક તત્વો વધારો
વર્ણસંકર પ્રાણીઓ મૂળ જાતિઓ કરતાં વધુ દૂધ આપે છે. દોહન સમયગાળાના પ્રથમ 6 અઠવાડિયામાં, દૂધ બનાવવા માટે જરૂરી પોષક તત્ત્વોની માત્રા ખોરાકથી મેળવેલા પોષકતત્વો કરતા વધારે છે કારણ કે આ સમયગાળા દરમિયાન પ્રાણીઓનો ખોરાક ઓછો લેવાય છે. આ ઓછી ખોરાક તેમના શરીરની પોષણની જરૂરિયાત પૂરી કરતી નથી. તેથી આ ગાળામાં ગાય, ભેંસના શરીરમાં સંગ્રહિત પોષક તત્ત્વો દૂધ બનાવવા માટે વપરાય છે. તેથી દિવસે દિવસે પ્રાણીના વજનમાં ઘટાડો થાય છે. પ્રાણીનું શરીર નબળા બની જાય છે અને ત્યારબાદ, દૂધનું ઉત્પાદન ઓછું થાય છે.
• દોહન સમયગાળાના પ્રથમ 6 અઠવાડિયામાં, ઓછા આહારમાંથી પોષક તત્ત્વોની જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે, ખોરાકમાં પોષક પદાર્થોની ઘનતામાં વધારો કરવો જરૂરી છે. • ખોરાકમાં પોષક દ્રવ્યોની ઘનતા વધારવા માટે, દ્વિદળી ચારા પાક, સુરક્ષિત ચરબી, સુરક્ષિત પ્રોટીનનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. - પૂરક આહાર • વાછરડાને જન્મ આપવાના 2 અઠવાડિયા પહેલા થી, ગાયો, ભેંસોના દૈનિક આહારમાં પૂરક જરૂરિયાતોમાં વધારો કરવાની જરૂર છે, જેને પૂરક આહાર કહેવામાં આવે છે. • પ્રારંભમાં, નિયમિત આહારમાં પૂરક પ્રમાણમાં 500 ગ્રામ વધારો કરવો જોઈએ. ત્યારબાદ, પૂરકના પ્રમાણમાં પ્રતિ 100 કિગ્રા વજન દીઠ 500 થી 1000 ગ્રામ હોવો જોઈએ. • વધારાનાં પુરક આહારથી દૂધનું ઉત્પાદન વધારી શકાય છે. • એક્દળી લીલો ઘાસચારો અને દ્વિદળી સૂકા ઘાસચારોની અને દૂધિયાં પ્રાણીઓ માટેના પુરકની સંખ્યા તેમના વજન, દૂધનું ઉત્પાદન, દૂધમાં ચરબીનું પ્રમાણ વગેરેના આધારે નક્કી કરવું જોઈએ. સંદર્ભ- એગ્રોવન 24 ઓક્ટોબર 17 એગ્રોસ્ટાર દ્વારા અનુવાદિત
3
2
અન્ય લેખો