હવામાન ની જાણકારીસંદેશ
વધુ એક કમોસમી વરસાદના વાવડ અને ગગડશે પારો !
⛅ દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં તોફાની વરસાદના પગલે ગુજરાતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ૮ ડિગ્રી તો મધ્ય ગુજરાતના ભાગ માં 10 ડિગ્રી થી નીચે જવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના જામનગર અને કચ્છના ભાગોમાં પણ સખ્ત ઠંડી રહેશે.
☔ આ અરસામાં ઝાકળ પડવાની શક્યતા વધુ રહેતા તેમજ ધુમ્મસ વગેરેની શક્યતા રહે. ફેબ્રુઆરી માસમાં ઉભા કૃષિ પાકોમાં હિમ પડવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.
⛅ 10 ફેબ્રુઆરીથી પુનઃ હવામાનમાં વાદળવાયું અને માવઠા જેવું હવામાન થઈ શકે. ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદ અને ઠંડી એમ બેવડી સિઝન ચાલુ રહેશે તેવા ગ્રહના વર્તારો છે.
સંદર્ભ : સંદેશ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.