ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વધુ ઉપજ અને ઉચ્ચ ગુણવત્તા વાળી ડાંગર વાવો!
👉ગુજરાત રાજ્યમાં ડાંગરનું ઉત્પાદન વધારવા માટે દરેક ખેડૂત વધારે ઉત્પાદન આપતી સુધારેલ જાતોનું પ્રમાણીત શુધ્ધ બિયારણ એટલે કે સારી આનુંવાંશિક અને ભૌતિક શુધ્ધતા તેમજ સારી સ્ફુરણશક્તિ ધરાવતા બીજનો વાવેતર માટે ઉપયોગ કરતા હોય છે. જેમાં વહેલી પાકતી જાત જે ૧૦૦-૧૨૦ દિવસ માં પાકતી જાત છે એની અંદર આવતી જાતો જેવી કે બાયર ૬૧૨૯, ગુર્જરી, ધાન્યા MC ૧૩ છે અને મધ્યમ પાકતી જાત જે ૧૨૦ -૧૩૦ દિવસ માં પાકતી જાત છે એની અંદર આવતી જાતો જેવી કે એગ્રોસ્ટાર ૪૭૯૯ ,US ૩૧૨, US ૩૧૨ ગોલ્ડ , US ૩૬૨ છે તથા મોડી પાકતી જાત જે ૧૩૦-૧૫૦ દિવસ માં પાકતી જાત છે એની અંદર આવતી જાતો સિડપ્રો ૪૬૯૯ ગોલ્ડ, બાયર ૬૪૪૪ ગોલ્ડ, મસુરી છે.
👉ત્યાર બાદ વેપારીની પસંદગી અને દાણા આધારે જેવા કે પાતળા દાણા, મધ્યમ દાણા અને જાડા દાણા વાડી જાતો હોય છે જેમાં પાતળા દાણા ધરાવતી જાતો જેવી કે એગ્રોસ્ટાર ૪૭૯૯, US ૩૦૫, કાવેરી ચિન્ટુ, ગુજરાત ૧૭ છે અને મધ્યમ દાણા વાડી જાતો જેવી કે US ૩૧૨, US ૩૮૨ છે તથા જાડા દાણા વાડી જાતો જેવી કે સિડપ્રો ૪૬૯૯ ગોલ્ડ, બાયર ૬૪૪૪ ગોલ્ડ, ધાન્યા MC ૧૩, કાવેરી ૪૬૮ છે.
👉જે ખેડૂત મિત્રોને પૌવા, મમરા બનાવવા માટે જાડા દાણા વાડી જાતોની પસંદગી કરવી જોઈએ તથા અમુક વિસ્તાર માં ખેડુત મિત્રો ગુર્જરી જાતનું વાવેતર કરતા હોય છે તેના જેવી જાત ધાન્યા MC ૧૩ છે અને ગુર્જરી જેવોજ દાણો છે તથા ખેડુત મિત્રો ગુજરાત ૧૭ જાત નું વાવેતર કરતા હોય છે તો તેના જેવી જાત એગ્રોસ્ટાર ૪૭૯૯ છે અને ગુજરાત ૧૭ જાત પતલા અને લાંબા ચમકદાર દાણા છે .
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!