બિઝનેસ ફંડાન્યુઝ 18 ગુજરાતી
વટાણા ના ભાવ ના મળે તો ફ્રોઝન વટાણા થી કરો કમાણી !
📍 શિયાળાની સિઝન ચાલી રહી છે અને મોટાભાગના ખેડૂતો વટાણાની ખેતી કરી રહ્યાં છે. ઘણા ખેડૂતો શિયાળાની ઋતુમાં વટાણાની ખેતીથી 3થી 4 મહિનામાં જ બહોળી કમાણી કરી લેતા હોય છે. જો તમે પણ થોડી સ્માર્ટનેસ વાપરો તો તમે પણ એક સારી કમાણી કરી શકો છો. આ કમાણી ફ્રોઝન વટાણાના બિઝનેસથી કરી શકાય છે.
📍 આખું વર્ષ રહે છે માંગ: આમ તો આખા વર્ષ દરમિયાન ફ્રોઝન વટાણાની ભારે માંગ રહેતી હોય છે, પણ શિયાળામાં તાજા વટાણા સરળતાથી મળી રહેતા હોવાથી શિયાળા માંગમાં નોંધપાત્ર ઘટાડો આવી જાય છે. બિઝનેસ આઈડિયા જાણીશુ જે તમને શરૂઆતથી સારો નફો કમાવી આપશે. ફ્રોઝન વટાણાનો બિઝનેસ ખૂબ ઓછા ખર્ચ અને રોકાણની સાથે શરૂ કરી શકાય છે, છતાં પણ આ એક નફાકારક બિઝનેસ સાબિત થાય છે.
📍 વટાણાની માંગ આખું વર્ષ રહે છે પણ તેની ઉપલબ્ધતા માત્ર શિયાળામાં જ હોય છે. એવામાં ફ્રોઝન વટાણાનું બિઝનેસ તમારી માટે એક મોટી કમાણી કરવાનો વિકલ્પ સાબિત થઈ શકે છે.
❄️ શિયાળામાં થાય છે ખેતી:
• વટાણાની ખેતી માત્ર શિયાળામાં જ કરવામાં આવે છે તેથી આ જ ઋતુમાં તમારે આખા વર્ષનું પ્લાનિંગ કરવાની જરૂર પડશે. ડિસેમ્બરથી લઈ ફેબ્રુઆરી સુધી તમને મોટા પ્રમાણમાં વટાણા બજારમાં મળી રહેશે. આ વખતે તમને સૌથી સસ્તા દરે વટાણા મળી રહેશે.
❄️ નાની જગ્યાથી કરો શરૂઆત:
• તમે ફ્રોઝન વટાણાનો બિઝનેસ તમે એક નાનકડા ઓરડામાંથી અથવા ઘરેથી પણ શરૂ કરી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે 300થી 500 સ્ક્વેર ફૂટની જગ્યાની જરૂર પડશે. જો તમે મોટાપાયે આ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારે 3000થી 4000 સ્ક્વેર ફૂટની જગ્યાની જરૂર પડશે. આ સાથે જ તમારે કેટલાક લેબર્સની પણ જરૂર પડશે, જે ફ્રોઝન વટાણા બનાવવાની પ્રોસેસ અને વટાણા છોલવા માટે જરૂરી છે.
❄️ આ રીતે બનાવો ફ્રોઝન વટાણા:
• સૌપ્રથમ તમારે વટાણા છોલવા પડશે, ત્યારબાદ 90 ડિગ્રી સેન્ટીગ્રેડ પર આ વટાણા બાફો. જ્યારે વટાણા સારી રીતે બફાઈ જાય તો તેને 3થી 5 ડિગ્રી ઠંડા પાણીમાં મૂકો. આવું કરવાથી તેમાં રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જશે. આ બાદ વટાણાને 40 ડિગ્રી સુધીના તાપમાનમાં રાખવા અને ફ્રોઝન વટાણા પેક થવા માટે તૈયાર છે.
સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.