સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વટાણામાં રોગનું સંકલિત જીવાત વ્યસ્થાપન
વટાણાની જીવાતો મોલો-મસી : આ કીટના બચ્ચા અને પુખ્ત છોડના નરમ ભાગોમાંથી રસ ચૂસીને નુકસાન પહોંચાડે છે. આ કીટના હુમલા પછી પાંદડા પર કાળા-કાળા ટપકાં થાય છે. જેની અસર છોડના વિકાસ અને ઉપજ પર પડે છે.
નિયંત્રણ : _x000D_ 1. છોડની ડાળી કે અન્ય ભાગમાં મોલો-મસી દેખાય છે તેને ભાગોને તોડી નાશ કરવો._x000D_ 2. લીમડાનું તેલ 1500 પીપીએમ 1 લિટર પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવીને 10 દિવસના અંતરે છંટકાવ કરવો._x000D_ ssss3. વધારે ઉપદ્રવની સ્થિતિમાં, થાયોમેથોકઝામ 25 % ડબલ્યુજી 40 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો._x000D_ પાન કોરીયું( લીફ માઈનર) : આ જીવાત છોડની વૃદ્ધિના તબક્કે વધુ નુકશાનકારક છે. આ જીવાત પાંદડાઓમાં એક કાળું બનાવે છે અને પાંદડાઓનો લીલો ભાગ ખાઈ નાશ કરે છે._x000D_ વ્યવસ્થાપન: _x000D_ 1. આ જીવાતના નિયંત્રણ માટે 4 ટકા નીમ અર્ક પાવડરની છંટકાવ કરવાથી ફાયદાકારક સાબિત થયા છે._x000D_ 2. વધારે ઉપદ્રવની અવસ્થાએ ઇમીડાક્લોપ્રિડ 17.8% એસએલ @ 40 મિલી પ્રતિ એકર 200 લિટર પાણી મુજબ અથવા થાયોમેથોકઝામ 25% ડબલ્યુજી @ 40 ગ્રામ પ્રતિ એકર 200 લિટરમાં દ્વાવણ બનાવીને ૧૦-૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ._x000D_ વટાણાના મુખ્ય રોગ: _x000D_ ભૂકી છારો: આ રોગ થી ડાળી, પાંદડા અને શીંગો ને નુકશાન થાય છે. નુકશાનવાળા ભાગ પર હળવા ડાઘા થાય છે, જે પછી સફેદ પાવડરમાં વધે છે અને એકબીજા સાથે ભળી જાય છે અને ધીરે ધીરે આખા પાંદડા અને છોડને સફેદ પાવડરમાં ફેલાય છે અને અંતે પાંદડા ખરી જાય છે._x000D_ વ્યવસ્થાપન: _x000D_ 1. રોગ વિરોધી જાત ની પસંદગી કરવી._x000D_ 2. પ્રકોપની શરૂઆતમાં સલ્ફર 80% ડબલ્યુજી @ 500 ગ્રામ પ્રતિ એકરમાં 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો._x000D_ સુકારો: _x000D_ વટાણામાં આ ફુગજન્ય રોગ છે. અસરગ્રસ્ત પાંદડા પીળા થઈ અને છોડ સૂકાઇ જાય છે._x000D_ વ્યવસ્થાપન: _x000D_ 1. પાકમાં સુકારા રોગના નિયંત્રણ માટે વાવેતર પહેલા થાઈરમ 2 ગ્રામ + કાર્બેન્ડાઝિમ 1 ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા ટ્રાઇકોડર્મા 4 ગ્રામ + વીટાવેક્સ 2 ગ્રામ / કિલોની મુજબ બીજ માવજત કરી વાવેતર કરવું જોઈએ._x000D_ 2. સુકારાના રોગ સામે પ્રતિકારક જાત પસંદ કરવી._x000D_ 3. ઉભા પાકમાં રોગના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝિમ 50% ડબલ્યુપી @ 200 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણીમાં દ્રાવણ બનાવી ને મૂળમાં આપવું._x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો_x000D_
192
0
સંબંધિત લેખ