ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વટાણામાં મોલો-મચ્છી !
આ કીટના બચ્ચા અને પુખ્ત છોડના નરમ ભાગોમાંથી રસ ચૂસીને નુકસાન પહોંચાડે છે. આ કીટના હુમલા પછી પાંદડા પર કાળા-કાળા ટપકાં થાય છે. જેની અસર છોડના વિકાસ અને ઉપજ પર પડે છે.
વ્યવસ્થાપન:
1. છોડની ડાળી કે અન્ય ભાગમાં મોલો-મચ્છી દેખાય છે તે ભાગને તોડી નાશ કરવો.
2. લીમડાનું તેલ 10,000 પીપીએમ 1 મીલી પ્રતિ લિટર પાણીમાં ભેળવીને 10 દિવસના અંતરે છંટકાવ કરવો.
3. વધારે ઉપદ્રવની સ્થિતિમાં, ડાઈમીથોએટ 30% ઇસી 1.2 મીલી પ્રતિ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.