AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
‘વંશપરંપરાગત કૃષિની જમીન’  બહારની વ્યક્તિ લઇ શકશે નહી
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
‘વંશપરંપરાગત કૃષિની જમીન’ બહારની વ્યક્તિ લઇ શકશે નહી
નવી દિલ્હી હમણાંજ ‘વંશપરંપરાગત કૃષિની જમીન’ પર સુપ્રિમ કોર્ટે મોટો નિર્યણ લીધેલ છે. જો હિન્દુ વારસાગત તેના ભાગની ખેતીની જમીન વેચવા માંગતો હોય તો, તેણે પહેલા કુટુંબની વ્યક્તિને પસંદગી આપવી પડશે. વારસદાર તેની મિલકત બહારની વ્યક્તિને વેચી શકશે નહિ. જજ યુ.યુ.લલીત અને એમ.આર.શાહની બેન્ચે હિમાચલપ્રદેશના કેસમાં આ નિર્ણય આપ્યો હતો. આ કેસમાં અરજી એવી રીતે કરવામાં આવી હતી કે કૃષિની જમીન પણ સેક્શન 22 ના ક્ષેત્રમાં આવે છે. સેક્શન 22 જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ઇચ્છા વિના મૃત્યુ પામે છે, તો તેની મિલકત વારસદારની છે. જો ઉત્તરાધિકારી તેના હિસ્સાને વેચવા માંગે છે, તો તેણે તેના જીવિત અનુગામીને પ્રાધાન્ય આપવું પડશે. ખંડપીઠે જણાવ્યું હતું કે સેક્શન 22 ની જોગવાઈ કૃષિ જમીન પર પણ નિયંત્રણ કરશે.
બેન્ચે પણ જણાવ્યું હતું કે સેકશન 4(2)નો અંત તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરી શકે કારણકે આ જોગવાઈ કૃષિ જમીન પરના ગણોત અધિકારની લગતી હતી. બેન્ચે જણાવ્યું હતું કે આ જોગવાઈનો હેતુ કુટુંબની મિલકત કુટુંબમાં રાખવાનો છે. અહિ જણાવવામાં આવેલ કેસ એ છે કે લાજપથના મૃત્યુ બાદ તેમની વાડીનું મકાન હેમાના દીકરાઓને સોપવામાં આવ્યું હતું,નાથુ અને સંતોષ. સંતોષે તેનો ભાગ બહારની વ્યક્તિને વેચી દીધો હતો. નાથુએ હિન્દુ વારસાગત એક્ટની સેક્શન 22 હેઠળ કેસ નોધાવ્યો કે, તે આ બાબતમાં મિલકત તરીકેનો પૂર્વધિકાર મેળવવા માટે હકદાર છે. સ્ત્રોત- દૈનિક ભાસ્કર, માર્ચ 16, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
652
0