AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લેમનગ્રાસની ખેતી કરો,ઓછા ખર્ચે વધુ નફો મેળવો
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
લેમનગ્રાસની ખેતી કરો,ઓછા ખર્ચે વધુ નફો મેળવો
🥬દુનિયામાં અનેક પાક એવા છે જેમાંથી ઓછા ખર્ચે જંગી નફો મેળવી શકાય છે. આજે આ અહેવાલમાં અમે તમને એક એવા જ પાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત ઓછી છે પરંતુ, એકવાર ઉગાડ્યા પછી તમે તેમાંથી વર્ષો સુધી કમાણી કરી શકો છો. આ ખેતી કોઈ પાકની નહિ પરંતુ એક પ્રકારના ઘાસની છે. હા, સાચું જ સાંભળ્યું તમે. અમે વાત કરી રહ્યા છીએ લેમન ગ્રાસ વિશે. 🥬લેમન ગ્રાસ એક ઔષધીય પાક છે અને ની બજારમાં ખૂબ માંગ છે તેથી સ્વાભાવિક છે કે માંગ વધુ અને સપ્લાય ઓછી હોવાના કારણે તે ખૂબ ઊંચા ભાવે વેચાય છે. તેના તેલમાંથી ઘણી સુગંધિત વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. ઉપરાંત તેમાંથી દવાઓ પણ બને છે. કેવી રીતે કરવી લેમન ગ્રાસની ખેતી? 🥬ભારતમાં અનેક પ્રદેશો શુષ્ક અથવા દુષ્કાળના કારણે બિનખેતી લાયક બને છે પરંતુ લેમન ગ્રાસ ત્યાં જ કામે આવે છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લેમન ગ્રાસની ખેતી ઓછા ખર્ચે થાય છે અને તેનાથી ઘણા ફાયદા પણ થાય છે, પરંતુ ખાતર અને બિયારણ ઉમેરવાનો પ્રારંભિક ખર્ચ રૂ. 30 હજારથી રૂ. 40 હજાર સુધીનો હોઈ શકે છે. એક એકર જમીનમાં લેમન ગ્રાસની ખેતી માટે લગભગ 10 કિલો બીજની જરૂર પડે છે, જેમાંથી 55-60 દિવસમાં નર્સરી તૈયાર થાય છે. જો ખેડૂતો ઈચ્છે તો તેઓ રજિસ્ટર્ડ નર્સરીમાંથી પણ તેના છોડ ખરીદી શકે છે. નર્સરી તૈયાર કર્યા પછી જૂન-જુલાઈ મહિનામાં લેમન ગ્રાસના રોપા વાવવામાં આવે છે. 🥬લેમન ગ્રાસને રોપાણી માટે તૈયાર થવામાં 70-80 દિવસ લાગે છે. આમ ચોમાસામાં તેને માત્ર વરસાદના પાણીથી જ સિંચાઈ કરવામાં આવે છે. એક વર્ષમાં લેમન ગ્રાસ પાકના 5-6 કટીંગ લઈને પાંદડા કાઢી શકાય છે. એકવાર ઉજ્જડ અથવા ઓછા ફળદ્રુપ ખેતરોમાં લેમન ગ્રાસનું વાવેતર કરવામાં આવે તો તેનો પાક આગામી 6 વર્ષ સુધી ઘણો નફો આપે છે. . કેટલી થશે કમાણી: 🥬લેમન ગ્રાસની ખેતી માટે તમારે 30,000થી 40,000 રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે. દર વર્ષે 5-6 કટીંગ કરીને લેમન ગ્રાસના છોડમાંથી પાંદડા નિકાળી શકાય છે. આ પાંદડામાંથી તેલ નીકાળવામાં આવે છે. એક લિટર લેમન ગ્રાસ ઓઈલની કિંમત 1,000 થી 2,500 રૂપિયા છે. આ સિવાય સૂકા લેમન ગ્રાસમાંથી પણ ચાની પત્તી બનાવી શકાય છે. આ રીતે લેમન ગ્રાસની ખેતીમાંથી વ્યક્તિ પ્રતિ વીઘે વાર્ષિક 2થી 3 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!
54
0
અન્ય લેખો