AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીલો પડવાશ કરવાથી થશે જમીન ને મોટો ફાયદો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
લીલો પડવાશ કરવાથી થશે જમીન ને મોટો ફાયદો
🌱 જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરવા માટે છાણિયું ખાતર મુખ્ય સ્ત્રોત છે. પરંતુ ખેતીમાં યાંત્રિકરણના વધતાં વ્યાપને કારણે પશુધનની સંખ્યા ઘટવા લાગી છે. એટલું જ નહી આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના છાણાનો ઉપયોગ બળતરા તરીકે કરવામાં આવે છે અને બાકી રહેલા છાણમાંથી છાણિયું ખાતર તૈયાર કરવામાં આવે છે. જે યોગ્ય પદ્ધતિથી કરવામાં આવતું ન હોવાથી તેની ગુણવત્તા જળવાતી નથી. આ સંજોગોમાં કાર્બનિક પદાર્થના પૂરવઠાનો વ્યવહારૂ ઉપાય લીલો પડવાશ છે. લીલા પડવાશમાં ખાસ કરીને કઠોળ વર્ગના પાકો ઉગાડી ફૂલ આવતા પહેલાં જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનમાં પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો અને આ સમગ્ર પ્રક્રિયાને “લીલો પડવાશ” કહે છે. લીલા પડવાશના ફાયદા :- • જમીનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપર હકારાત્મક અસર કરે છે. • જમીનમાં સેન્દ્રિય તત્ત્વો જાળવી રાખવામાં મદદ કરે છે. • સૂક્ષ્મ જીવાણુ માટે ખોરાક તથા ઊર્જાના સ્ત્રોત તરીકે કામગીરી કરે છે. જેનાથી સૂક્ષ્મ જીવાણું ઝડપથી વૃદ્ધિ પામે છે. જે લીલા પડવાશને કહોવડાવી પાક માટે જરૂરી પોષક તત્વો લભ્ય સ્વરૂપે પુરા પાડે છે. • જમીનમાં હવાની અવરજવર વધારે છે. • જમીનનો બાંધો સુધારે છે. • ભારે જમીનની નિતાર શક્તિ અને હવાની અવર જવર વધારે છે. • હલકી જમીનની ભેજધારણ શક્તિ વધારે છે. • લીલો પડવાશ જમીન ઉપર આવરણ પુરૂ પાડે છે, જમીનનું તાપમાન ઘટાડે છે અને વરસાદ અને પાણીથી થતું જમીનનું ધોવાણ ઘટાડે છે. • કઠોળવર્ગના લીલા પડવાશના પાકો સહજીવી સૂક્ષ્મ જીવાણુઓની મદદથી હવામાંના નાઈટ્રોજનનું (૬૦ થી ૧૦૦ કિ.ગ્રા./હેકટર) જમીનમાં સ્થિરીકરણ કરે છે. • ભાસ્મિક જમીનમાં સતત ચાર થી પાંચ વર્ષ સુધી ઈકડનો લીલો પડવાશ કરવાથી જમીનની નિતાર શક્તિ વધે છે અને જમીન નવસાધ્ય બને છે. • લીલા પડવાશ પછી લેવામાં આવતા પાકના ઉત્પાદનમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થાય છે. • લીમડા તથા પોંગામીઆના પાનનો લીલો પડવાશ કરવાથી જીવાતનું નિયંત્રણ થાય છે. • લીલા પડવાશ દ્વારા જમીનમાં સેન્દ્રિય પદાર્થનો ઉમેરો થવાથી જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુંની સંખ્યામાં વધારો થાય છે જે જમીનમાં રહેલ રોગ પેદા કરતી ફૂગ તથા કુમિનું નિયંત્રણ કરે છે 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ
17
0
અન્ય લેખો