AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીલા સોના જેવી છે વાંસની ખેતી કરાવે લાખો રૂપિયાની કમાણી !
નઈ ખેતી, નયા કિસાનAgrostar
લીલા સોના જેવી છે વાંસની ખેતી કરાવે લાખો રૂપિયાની કમાણી !
હવે ખેડુતો કોઈ પ્રતિબંધ વિના વાંસની ખેતી કરી શકશે કારણ કે કેન્દ્ર સરકારે તેને વૃક્ષની શ્રેણીમાંથી દૂર કરી દીધું છે. તમે જેની ખેતી કરવા માંગતા હોય , તે જાતિઓ પસંદ કરી શકો છો. કેન્દ્રીય કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે ખેડુતો તેની વાવણીથી દર વર્ષે હેક્ટર દીઠ 3.5. લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. વાંસની ખેતી ખેડૂતો માટે 'ગ્રીન ગોલ્ડ' તરીકે ઉભરી રહી હોવાનું ફલિત થાય છે. વાંસના વાવેતર માટે ખેડુતોને પ્લાન્ટ દીઠ રૂ .120 ની સરકારી સહાય પણ મળશે. સરકાર વાંસની ખેતી માટે માત્ર ખેડૂતોને જ સહાય આપી રહી નથી, પરંતુ તેની સાથે સંકળાયેલા નાના અને કુટીર ઉદ્યોગો માટે પણ 50 ટકા સુધીની સબસિડી આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. નાણાકીય સહાય ત્રણ વર્ષમાં સરેરાશ પ્લાન્ટ દીઠ રૂપિયા240 સુધીનો ખર્ચ આવશે. આમાંથી 120 રૂપિયા પ્રતિ પ્લાન્ટને સરકારી સહાય આપવામાં આવી રહી છે. ઉત્તરપૂર્વ સિવાયના વિસ્તારોમાં તેની ખેતી માટે 50 ટકા સહાય આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. 50 ટકા સરકારી હિસ્સામાં 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા રાજ્ય વહેંચશે. જ્યારે પૂર્વોત્તરમાં 60 ટકા સહાય સરકાર આપશે અને 40 ટકા ખેડૂતો વાવેતર કરશે. 60 ટકા સરકારી સહાયમાં 90 ટકા કેન્દ્ર સરકાર અને 10 ટકા રાજ્ય સરકાર આપશે. તમામ જિલ્લામાં તેના નોડલ અધિકારી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ભારતમાં વાંસનું વાવેતર જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. આ માટે તેના રોપાઓ સરકારી નર્સરીમાંથી મફત મળી રહે છે. વાંસની ખેતીથી ખેડૂતોને થતી આવક પ્રજાતિ અનુસાર એક હેકટરમાં 1500થી 2500 રોપાઓનું વાવેતર કરી શકાય છે. જો તમે 3 x 2.5 મીટર પર રોપા રોપશો, તો એક હેક્ટરમાં લગભગ 1500 છોડ વાવવામાં આવશે. કૃષિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ચાર વર્ષ પછી 3થી 3.5 લાખ રૂપિયાની આવક શરૂ થશે. ઉપરાંત તમે ખેતરની પટ્ટી પર 4 બાય 4 મીટર વાંસ વાવી શકો છો. આ સાથે ચોથા વર્ષથી એક હેક્ટરમાં આશરે 30 હજાર રૂપિયાની આવક શરૂ થશે. દર વર્ષે રિપ્લાન્ટેશન કરવાની જરૂર રહેતી નથી. વાંસના છોડ લગભગ 40 વર્ષ સુધી ચાલે છે. તે પૃથ્વી પર સૌથી ઝડપથી વિકસતા છોડ છે. તેની કેટલીક જાતિઓ એક દિવસમાં 8 થી 40 સે.મી. સુધી વધતી જોવા મળી હોવાનું જાણવા મળે છે. 👉 ગામડિયા ની કારીગરી, બનાવ્યું સોલાર ટ્રેક્ટર જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210611_GJ_JUGAD_2PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : Agrostar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
0