સ્વાસ્થ્ય સલાહGSTV
લીલા વટાણા આ બિમારીઓમાં કરશે દવાનું કામ !
☘️ એ વાત તો આપણે સૌ કોઈ જાણતા હોઈશું કે, સ્વસ્થ જીવન જીવવા માટે સંતુલિત આહાર, યોગ્ય માત્રામાં ઊંઘ અને નિયમિત રીતે વ્યાયામ કરવુ કેટલુ જરૂરી છે. પણ ઘણી વાર આપ એ નક્કી નથી કરી શકતા કે, કઈ વસ્તુને ડાયટમાં શામેલ કરવાથી આપને વધારે ન્યૂટ્રિશન મળશે. નિષ્ણાંતો તો કેટલીય વસ્તુઓને ડાયટમાં શામેલ કરવાની સલાહ આપે છે, જેમાં સૌથી વધારે જરૂરી છે લીલા વટાણા, જેને આપે ડાયટમાં શામેલ કરવા જોઈએ.
☘️ પ્રોટિનનો સારામાં સારો સોર્સ
લીલા વટાણા પ્રોટીનનો બહુ સારો સોર્સ છે. તે ઈમ્યુનિટી બનાવવામાં મદદગાર સાબિત થશે અને વિટામીન A, B, C, E, Kની સાથે ઝીંક, પોટેશિયમ, વિટામીન અને ફાઈબરની યોગ્ય માત્રા તેમાં હોય છે.
એક્ટ્રેસ અને Fitness Enthusiast ભાગ્યશ્રીએ પોતાના ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં વટાણાના ફાયદા વિશે જણાવ્યુ છે. આ પોસ્ટમાં તે લખે છે કે, વટાણા એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ ઈંડિયન ફૂડમાં કરવામાં આવે છે. જેમાં ખૂબ ન્યુટ્રિશન હોય છે.
☘️ વટાણા ફાઈબરનો એક સારામાં સારો સોર્સ છે. પેટમાં ગુડ બેક્ટેરિયાને વધારીને ડાઈજેસ્ટિવ હેલ્થને સારી રાખે છે. ફાઈબર મેટાબોલિક હેલ્થ માટે સારુ છે. તેનાથી ટાઈપ ટૂ ડાયાબિટીશ અને ઓબેસિટી જેવી બિમારીઓ ઓછી થાય છે.
☘️ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરો
લીલા વટાણા બ્લડ શુગર લેવલનું કંટ્રોલ કરે છે. જેની અસર મેમરી અને એનર્જી પર પડે છે. તેમાં Glycemic Index ઓછા હોય છે, એટલા માટે તેને ખાધા બાદ બ્લડ શુગર લેવલ વધતુ નથી. વટાણામાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને બીજા જરૂરી મિનરલ હોય છે. જે આપના હાર્ટની હેલ્થ માટે સૌથી સારુ રહેશે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : GSTV
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.