AgroStar
લીમડા આધારિત દવાઓનો છંટકાવ ક્યાં અને ક્યારે કરવો?
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીમડા આધારિત દવાઓનો છંટકાવ ક્યાં અને ક્યારે કરવો?
👉 લીમડા આધારિત દવા ફૂંદા-પતંગિયાને ઇંડા મૂકવાથી દૂર રાખે, ઇંડામાંથી નીકળતી ઇયળાને રોકે, ઇયળોને ખાતી રોકે (ખાધ્ય પ્રતિરોધક), જીવાતના વિકાસમાં અડચણ પેદા કરે, ઇયળને કોશેટામાં જતી રોકે વિગેરે ગુણધર્મો ધરાવતી એક અલભ્ય અને સોનેરી દવા ગણાય છે. 👉 આ દવાઓ જીવાત ઉપરાંત ફૂગજન્ય અને જીવાણૂંજન્ય રોગો સામે પણ અસરકાર છે. 👉 આ દવાઓ જીવાતના કુદરતી દુશ્મનો અને મધમાખી માટે સલામત છે. 👉 વધુમાં જંતુનાશકોની જેમ તેના અવશેષો પાક ઉત્પાદન ઉપર રહી જતા ન હોવાથી પાકની કાપણી કે વીણિ ચાલુ હોય તો પણ છંટકાવ કરી શકાય છે. 👉 પુરતા અનુભવ અને અપુરતી માહિતીને આધારે છંટકાવ કરવાથી ધાર્યુ પરિણામ ભાગ્યે જ મળે છે. ➡️ હાલમાં લીમડા આધારિત દવાઓ ૩૦૦ પીપીમ (૦.૦૩%), ૧૫૦૦ પીપીએમ (૦.૧૫%), ૩૦૦૦ પીપીએમ (૦.૩%), ૧૦૦૦૦ પીપીએમ (૧%), ૧૫૦૦૦ પીપીએમ (૧.૫%) અને ૫૦૦૦૦ પીપીએમ (૫%) સાન્દ્રતામાં મળે છે. ➡️ ઉપરોક્ત દવાઓમાં રહેલ એઝાડીરેક્ટીન તત્વની માત્રા પ્રમાણે દવાનું પ્રમાણ રાખવું. ➡️ ઉદાહરણ તરીકે જો તમે ૧૫૦૦ પીપીએમવાળી દવા વાપરવાના હો તો તેનું પ્રમાણ ૩૦ થી ૪૦ મિલિ અને ૧૦૦૦૦ પીપીએમ વાળી દવાનું પ્રમાણ ૧૦ થી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે વાપરવું. ➡️ ૧૫૦૦ પીપીએમ (૦.૧૫% ઇસી)વાળી પ્રોડક્ટનો ઉપયોગ કરવો હિતાવહ છે અને અનૂકુળ પણ રહે. ➡️ આ દવાઓ પાકમાં જીવાત કેવા પ્રકારની અને તેની માત્રાને ધ્યાને લઇને છંટકાવ કરવો. 👉 જીવાત તેની ક્ષમ્ય માત્રાએ પહોંચે તે પહેલા છંટકાવ કરવાથી જ પરિણામ સંતોષકારક મળે. 👉 ઉદાહરણ તરીકે કપાસ કે અન્ય પાકમાં ચુંસિયાં જીવાત ૫ થી ઓછી પ્રતિ પાન ઉપર હોય ત્યારે જ છંટકાવ કરી દેવો. 👉 જો આવી જીવાતની સંખ્યા ૫ કે તેનાથી આંકડો વટાવી દે અને છંટકાવ કરીએ તો અસરકારક અને સંતોષજનક પરિણામ મળતા નથી અને ખર્ચ પણ માથે પડતો હોય છે. 👉 આ દવાઓ ઇયળો કરતા રસ ચૂંસક કિટકો માટે વધુ અસરકારક છે. 👉 પાન કે ફળ ખાનાર ઇયળો માટે છંટકાવ કરતા હો તો ઇયળ પ્રથમ કે બીજી અવસ્થામાં દેખાતી હોય ત્યારે છંટકાવ કરવો. ➡️ જો ઇયળો મોટી અવસ્થામાં હોય તો કોઇ સારા પરિણામ મળતા હોતા નથી, તે માટે ભલામણ જંતુંનાશક દવાઓ જ વાપરવી. ➡️ જો આપ જીવાતના ઇંડા જોઇ શકતા હો તો તે જ સમયે આવી દવાઓનો ઉપયોગ કરી દેવો. ➡️ આપના અનુભવ પ્રમાણે આ સમયમાં અમૂંક જીવાત આવે છે જ તો તેને ધ્યાને લઇને એડવાન્સમાં છંટકાવ કરી દેવો. ➡️ આવી દવાઓ સવારે અને સાંજના સમયે છંટકાવ ઉત્તમ રહે છે. ➡️ આ દવાઓ જમીનમાં રહીને નુકસાન કરતી જીવાતો માટે નિરર્થક છે, કરવો નહિ. 👉 પુક્ત ઢાંલિયા જેવી જીવાતો સામે આ દવા અસરકારક નથી, ખાતા જરુર રોકે છે. 👉 આ દવાઓ ત્વરિત જીવાતને મારતી નથી પણ તેમને ખાતા રોકે છે. 👉 આવી દવાઓનો ભરપુર લાભ લો અને પર્યાવરણને બચાવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
8
અન્ય લેખો