AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીંબુ વર્ગ ના ફળપાકને નુકસાન કરતી સાયલા જીવાત !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીંબુ વર્ગ ના ફળપાકને નુકસાન કરતી સાયલા જીવાત !
🍋 આ જીવાત પાન, કળીઓ અને ડૂંખોમાંથી રસ ચૂંસતી હોય છે પરિણામે ઉપદ્રવિત ભાગ પીળો પડી સુકાઇ જાય છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતા આની વસ્તિ વધતી હોય છે. 🍋 સાયલા જીવાત વિષાણૂંજન્ય રોગ (સીટ્ર્સ ગ્રીનિંગ અને સીટ્રસ ડીક્લાઇન)નો ફેલાવો પણ કરતી હોય છે. 🍋 ઉપદ્રવિત અને સુકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. 🍋 ઉપદ્રવની શરુઆતે કોઇ પણ લીમડા આધારિત તૈયાર દવાઓ 10 મિલિ (10000 પીપીએમ- 1% ઇસી) થી ૪૦ મિલિ (1500 પીપીએમ- 0.15%% ઇસી) પ્રતિ 15 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. 🍋 જો ઉપદ્રવ વધતો જણાય તો થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી 10 ગ્રામ અથવા ઇમિડાક્લિપ્રીડ 17.8 એસએલ 10 મિલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
5
અન્ય લેખો