ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
લીંબુ માં આવતા આ બળિયા ટપકાંના રોગને ઓળખો !
👉 આ રોગ જીવાણુંજન્ય છે. આ રોગને લીધે પાન, ડાળીઓ અને લીમ્બુંના ફળ ઉપર લાલ કથ્થાઇ રંગના ટપકાં (શીતળા જેવા ચાઠા) ઉપસી આવે છે. પરિણામે ફળની ગુણવત્તા ઉપર માઠી અસર પડે છે અને સારા ભાવ મળતા નથી. 👉 ફળ ઉપર પડેલ ડાઘાને કારણે ઘણીવાર ફળ ફાટી જાય છે. આ ફળ પાકમાં આવતી જીવાત પાનકોરિયું રોગને ફેલાવામાં મદદ કરે છે. 👉 રોગીષ્ટ ડાળીઓ છટણી કરી બાળી નાંખવી અને ત્યાર બાદ કોપર ઓક્ષીક્લોરાઇડ ૫૦ ડબલ્યુપી 3૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે કે બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો. 👉 સ્ટ્રેપ્ટોસાઇક્લીન ૧ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવાથી રોગમાં ઘટાડો કરી શકાય છે. સાથે સાથે પાનકોરિયાનો ઉપદ્રવ રહેતો હોય તેઓ તેને પણ નિયંત્રણ કરતા રહેવું. 👉 દર્શાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-703,AGS-CP-189&pageName= ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
8
સંબંધિત લેખ