કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીંબુવર્ગીય છોડમાં લીફ માઈનરનું જીવન ચક્ર
લીફ માઈનરની ઈયળ પાનની અંદર ઉતરી જઇ પાનના બે પડ વચ્ચે બોગદુ બનાવી અંદરનો ગર્ભ ખાય છે. પરિણામે પાન સુકાઈ જઇ ખરી પડતા હોય છે. ઉપદ્રવિત પાન ઉપર આડી-અવળી સર્પાકારે સફેદ લીટીઓ જોવા મળે છે. પાન વિકૃત બની જાય છે અને તરડાયેલા હોય તેવા દેખાય છે. આ જીવાત બળિયા ટપકાં (સાયટ્રસ કેન્કર)નો રોગનો ફેલાવો કરવામાં મદદ કરે છે. આ ઇયળથી લીંબુ વર્ગીય નર્સરીમા નુકસાન વધારે જોવા મળે છે. _x000D_ _x000D_ જીવન ચક્ર_x000D_ ઇંડા: માદા કિટક પાનની નીચેની બાજુએ મુખ્ય નસની આજુબાજુ લગભગ 160 સુધી ઇંડા મૂકે છે. આ ઇંડામાંથી 2 થી 3 દિવસ પછી ઇયળ નીકળતી હોય છે. _x000D_ ઈયળ: લીફ માઈનરની ઈયળ ૫ થી ૩૦ દિવસ સુધી જીવતી રહી પાનની અંદર રહી નુકસાન કરે છે. _x000D_ કોશેટા: પુખ્ત ઇયળ કોશેટો બનવા માટે પાનમાંથી બહાર આવી જમીનમાં કોશેટા અવસ્થા ધારણ કરે છે જે ૫ થી ૨૫ દિવસની અવસ્થા હોય છે. _x000D_ પુખ્ત: કોશેટાવસ્થામાંથી બહાર આવેલ પુક્ત કિટક ૧૧ દિવસો સુધી જીવતી રહી શકે છે. પુક્ત કિટકની પીઠ ઉપર પીળા રંગની કાળી પટ્ટીઓ આવેલ હોય છે અને તેની આંખો સ્પષ્ટ જોઇ શકાય તેવી કાળી હોય છે. પાંખો પીંછા આકારની હોય છે. આખા વર્ષ દરમિયાન ઘણી પેઢી જોવા મળે છે._x000D_ _x000D_ નિયંત્રણ: _x000D_ • વધુ ઉપદ્રવ વખતે ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલ. અથવા મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. _x000D_ • જમીનમાં છોડ/ઝાડની આજુબાજુ કાર્બોફ્યુરાન ૩જી દાણાદાર દવા હેક્ટરે ૫૦ કિ.ગ્રા. અથવા ફોરેટ ૧૦ જી ૧૫ કિ.ગ્રા. પ્રમાણે આપવી. _x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ_x000D_ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_ _x000D_
69
4
અન્ય લેખો