એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
લીંબુમાં પાનકોરિયાનું નુકસાન જોવા મળે છે ??
🍋 લીંબુ માં પાન કોરીયાની ઈયળ પીળાશ પડતા લીલા રંગની અને કદમાં ખુબ જ નાની હોય છે.
🍋જેની ઈયળ અવસ્થા 5 થી 10 દિવસ હોય છે. આ ઈયળ લીંબુના કુમળા પાનની વચ્ચે દાખલ થઈ વાંકી ચુકી થઇ આગળ વધે છે અને પાનના બે પડ વચ્ચેના હરિતકણો ( કલોરફીલ ) ખાતી જાય છે.
🍋આથી શરૂઆતમાં પાન ઉપર રૂપેરી ચળકતી વાકીચુકી લીટીઓ દેખાય છે.
🍋લીંબુ માં તેનો ઉપદ્રવ વધતાં આખુ પાન સફેદ દેખાય છે. પાન કોકડાઈ જઈ પીળું પાડી ને અંતે ખરી જાય છે. જેથી છોડનો બરાબર વિકાસ થતો નથી.
🍋નિયંત્રણ: ઇમીડાક્લોપ્રીડ 17.80% એસએલ 5 મિલી પ્રતિ 10 લિટર પાણી માં ભેળવીને આપવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.