AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીંબુના પાકમાં બળીયા ટપકાંના રોગનું નિયંત્રણ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
લીંબુના પાકમાં બળીયા ટપકાંના રોગનું નિયંત્રણ!
🍋આ રોગ લીંબુ ના પાક માં સૌથી ભયાનક અને નુકસાનકારક રોગ છે. 🍋લીંબુ પાક માં આવતો બળીયા ટપકાં નો રોગ મુખ્યત્વે જીવાણુજન્યથી થાય છે. 🍋જેમાં પાન, ડાળીઓ તથા ફળ કથ્થઈ રંગ ના ખરબચડા ટપકાં પડે છે.જેથી તેવા ફળો નો બજાર ભાવ ઓછો મળે છે. 🍋આ રોગનો ફેલાવો થતાં આખા બગીચામાં નુકશાન કરી શકે છે.જેને કારણે આર્થિક રીતે પણ નુકશાન થાય છે. 🍋લીંબુ ઉતારી લીધા પછી રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો 🍋રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ 1 % બોર્ડો મિશ્રણ અથવા સ્ટ્રેપ્ટોસાયકલીન 1 ગ્રામ +કૂપર 1 (કોપર ઓકસીક્લોરાઈડ 50% ડબલ્યુજી) 50 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..
11
0