ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
લીંબુના પાકમાં ગુંદરિયા ના રોગનું નિયંત્રણ!
🍋ફૂગથી થતો આ રોગ ઝાડના થડ અને ડાળીઓ ઉપર આક્રમણ કરે છે.
🍋વ્યાધિજન ફૂગનું થડ અથવા ડાળી પર આક્રમણ થતાં ઝાડ નબળું પડે છે. ઝાડનાં જૂનાં પાન પીળાં થાય છે.
🍋વિકાસના અભાવમાં કૂંપળોની ડાળી અને પાન નાનાં થાય છે, થડ અને ડાળીના આક્રમિત ભાગમાંથી ગુંદર જેવો ચીકણો પ્રવાહી પદાર્થ ઝરે છે.
🍋રોગની તીવ્રતામાં વધારો થતાં આવા ચીકણા પદાર્થના સ્રાવનું પ્રમાણ વધે છે.
🍋આવાં ઝાડ સમય જતાં નબળાં પડે છે. પાંદડાં પીળાં પડી ચીમળાઈ જાય છે.
🍋ત્યારબાદ ડાળીઓ પણ ચીમળાઈને સુકાવા લાગે છે, મોટેભાગે આખો છોડ છેવટે સુકાઈ જાય છે.
સચોટ નિયંત્રણ:-
🍋લીંબુના બગીચામાં સ્વચ્છતા જાળવવા બગીચામાં નીંદણ કરવું અને બિનજરૂરી છોડો ઉપાડી તેમનો નાશ કરવો જરૂરી છે.
🍋આ ગુંદરિયાનો રોગ ન થાય તે માટે દર વર્ષે ચોમાસા પહેલાં અને પછી બધાં ઝાડનાં થડને જમીન ઉપરના 30થી 40 સેમી. ભાગમાં બૉર્ડોપેસ્ટ દવાનો મલમ ચોપડવો જોઈએ.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..