AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લાલ ભીંડા સ્વાસ્થ્ય સાથે ભાવમાં ઉત્તમ !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
લાલ ભીંડા સ્વાસ્થ્ય સાથે ભાવમાં ઉત્તમ !!
👉આપણે રોજબરોજના જીવનમાં ભોજનમાં અનેક શાકભાજી ખાતા હોયે છે.શાકભાજીની ઘણી જાતો છે જે આપણને આશ્ચર્યમાં મુકી દે છે, આવી જ એક વિવિધતાથી ભરપૂર શાકભાજી છે લાલ ભીંડા.તેને 'કાશી લાલીમા ભીંડા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભીંડા થોડા વર્ષો પહેલા ભારતીય શાકભાજી સંસ્થાન, વારાણસી દ્વારા વિકસાવવામાં આવ્યાં હતા. તેને વિકસિત કરનારા વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમાં સામાન્ય ભીંડા કરતાં વધુ પોષક તત્વો હોય છે. 👉જે રીતે ભીંડાનો રંગ કલોરોફિલને કારણે લીલો હોય છે, તેવી જ રીતે આ ભીંડાનો રંગ એન્થોકયાનિન નામના પિગમેન્ટને કારણે લાલ હોય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે લાલ રંગના ભીંડા લીલા ભીંડા કરતાં વધુ પોષક છે. 👉આ લાલ ભીંડાને વિકસિત કરનારા વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોનું કહેવું છે કે આ કાશી લાલિમા ભીંડામાં વધારે એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે. એક રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોને તેને તૈયાર કરવામાં લગભગ 23 વર્ષનો સમય લાગ્યો છે. વૈજ્ઞાનિકોએ ૧૯૯૫-૯૬ થી લાલ ભીંડા ઉગાડવાનો પ્રયાસ કરતાં હતાં. 👉આ લાલ ભીંડામાં લીલા ભીંડા કરતા વધારે પોષકતત્વો હોય છે. જેની કિંમત ૧૦૦ થી ૫૦૦ રુપિયા પ્રતિકિલોની વચ્ચે હોય છે.હવે આ લાલ ભીંડાના બીજ પણ મળતા હોવાથી તેને દેશના બીજા રાજ્યોમાં પણ ઊગાડવામાં આવે છે. યુપી, ગુજરાત,છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લાલ ભીંડાની ખેતી થાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
2
અન્ય લેખો