સમાચારGSTV
લાડકી દીકરી માટે સરકારની ખાસ યોજના, મળશે 15 લાખનો ફાયદો !
પીએનબીમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત અકાઉન્ટ ખોલાવી તમે દિકરીને લાખોના માલિક બનાવી શકો છો. તો આવો જાણીએ કઈ રીતે આપને મળશે 15 લાખ રૂપિય.
કેટલી ડિપોઝીટ રકમ :
👉 તેમાં મિનિમમ ડિપોઝીટ 250 રૂપિયા કરવાના હોય છે. આ ઉપરાંત વધારેમાં આપ 1,50,000 રૂપિયા સુધી ડિપોઝીટ કરાવી શકો છો. આ ખાતાને આપ ખોલાવા માટે દિકરીના અભ્યાસ અને આવનારા ખર્ચમાં પણ મદદ મળશે.
વ્યાજ :
👉 સુકન્યા સમૃદ્ધિ યોજના પર હાલમાં વાર્ષિક વ્યાજ 7.6 ટકા છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર તરફથી દર ત્રણ મહિના આ વ્યાજ દરોને રિવાઈઝ કરવામાં આવે છે. આ યોજનામાં ગ્રાહકોને ટેક્સ છૂટનો પણ લાભ મળે છે.
જરૂરી દસ્તાવેજો :
👉 પુત્રીનું જન્મ પ્રમાણપત્ર ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં પણ જમા કરાવવું પડશે.
👉 આ ઉપરાંત, બાળક અને માતા -પિતાનું ઓળખ કાર્ડ
👉 રહેઠાણ પુરાવો ( પાસપોર્ટ, રેશન કાર્ડ, વીજળીનું બિલ, ટેલિફોન બિલ, પાણીનું બિલ)
કોણ ખોલાવી શકે ?
👉 સુકન્યા સમૃદ્ધિ ખાતું માતા -પિતા દીકરીના નામે ખોલી શકે છે.
👉 આ ખાતું પુત્રીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી ગમે ત્યારે ખોલી શકાય છે.
👉 એક પુત્રીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે.
👉 માતાપિતા એક જ પુત્રી માટે અલગ ખાતા ખોલી શકતા નથી.
👉 પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓ માટે ખાતું ખોલાવી શકાય છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.