કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
લાખો રૂપિયાનું છે એક એક ઝાડ
💶ચંદનની ખેતી કરીને ખેડૂત કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે. તેની ખેતીની વિશેષતા એ છે કે તેને તમે આખા ખેતરમાં પણ લગાવી શકો છો. ચંદનના એક વૃક્ષમાંથી ખેડૂત 5થી 6 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. કોઈપણ ખેડૂત જો એક એકરમાં ચંદનની ખેતી કરવા ઈચ્છે છે તો એક એકરમાં લગભગ 600 છોડ લગાવી શકે છે. એવામાં જો તમે 600 છોડમાંથી બનેલા ઝાડની કમાણીની વાત કરો તો 12 વર્ષમાં લગભગ 30 કરોડ રૂપિયા થઈ શકે છે.
💶ક્યારે લગાવી શકો છો ચંદનનું ઝાડ:
ચંદનનું ઝાડ તમે ગમે ત્યારે લગાવી શકો છો. પરંતુ છોડ લગાવતાં સમયે એ વાતનું ધ્યાન રાખો કે તે છોડ 2થી અઢી વર્ષનો હોય. તેનાથી ફાયદો એ થશે કે તેને તમે કોઈપણ સિઝનમાં લગાવી શકો છો. તે ખરાબ નહીં થાય. ચંદનના છોડને લગાવ્યા પછી તેની આજુબાજુ સાફ-સફાઈનું ખાય ધ્યાન રાખવું પડે છે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું પડે છે કે તેના મૂળિયાની આજુબાજુ પાણી ન ભરાય. આથી તેને નીચાણવાળા વિસ્તારમાં લગાવવાથી દૂર રહેવું જોઈએ. વરસાદની સિઝનમાં પાણી ન ભરાય તે માટે તેને થોડી ઉંચાણવાળી જગ્યા પર વાવો. ચંદનના છોડને અઠવાડિયામાં 2થી 3 લીટર પાણીની જરૂર પડે છે.
💶કેટલાનો છોડ:
ચંદનના વૃક્ષ ખેડૂતોને 100 રૂપિયાથી 130 રૂપિયામાં મળી જશે. તે ઉપરાંત તેની સાથે લાગનારા હોસ્ટના છોડની કિંમત લગભગ 50થી 60 રૂપિયા થાય છે.
💶સૌથી મોંઘુ લાકડું:
ચંદનના લાકડાંને સૌથી મોઘું લાકડું માનવામાં આવે છે. તેની બજાર કિંમત 26,000થી 30,000 રૂપિયા પ્રતિ કિલો છે. એક વૃક્ષથી ખેડૂતને 15થી 20 કિલો લાકડું આરામથી મળી જાય છે. એવામાં તેને એક વૃક્ષથી 5થી 6 લાખ રૂપિયા સુધી સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. વર્તમાનમાં ચંદનની ખરીદી-વેચાણ પર સરકારે રોક લગાવી દીધી છે. એવામાં માત્ર સરકાર જ તેને ખરીદે છે. 2017માં બનેલા નવા નિયમો પ્રમાણે કોઈપણ ખેડૂત ચંદનની ખેતી કરી શકે છે. પરંતુ એક્સપોર્ટ માત્ર સરકાર જ કરી શકે છે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!