AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લાખો ખેડૂતો ને મળશે નુકસાનનું વળતર !
કૃષિ વાર્તાસંદેશ
લાખો ખેડૂતો ને મળશે નુકસાનનું વળતર !
લાખો ખેડૂતો ને મળશે નુકસાનનું વળતર ! રાજ્યના ૨૦ જિલ્લાના ૧૨૩ તાલુકાના ૭,૯૮૬ ગામોના ૨૭,૧૫,૨૮૧ ખેડૂતોની ૩૭,૩૯,૫૧૫ હેક્ટરમાં ઉગાડેલી ખેતીને ખેતીવાડી વિભાગના સર્વે મુજબ ભારે વરસાદથી નુકસાન થયું છે, જેમને નુકસાની વળતર-આર્થિક પેકેજનો લાભ મળશે. અસરગ્રસ્ત ખાતેદાર ખેડૂતો જેમના પાકને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે, તેમને પ્રતિ હેક્ટર રૂ. ૧૦ હજાર લેખે મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં વળતર ચૂકવાશે, જેમાં તમામ પાકોને બિનપિયત ગણી રૂ. ૬,૮૦૦ પ્રતિ હેક્ટર એસડીઆરએફની ગ્રાન્ટમાંથી અને બાકીના રૂ. ૩,૨૦૦ પ્રતિ હેક્ટર બજેટ જોગવાઈમાંથી ચૂકવાશે. જેમને રૂ. ૫ હજાર કરતાં ઓછું નુકસાન થયું હશે તેમનેય રૂ. ૫ હજાર ચૂકવાશે. જરૂરી ડોક્યુમેન્ટ : 1. રાહત પેકેજનો લાભ મેળવવા માગતા ખેડૂતોએ નીચે જણાવેલ ડોક્યુમેન્ટ આપવાના રહેશે. 2. નિયત નમૂનામાં ગામ નમૂના નં-૮/અ, 3. તલાટીનો વાવેતરનો દાખલો, 4. ગામ નમૂના નં-૭/૧૨, 5. આધાર નંબર, 6. બેન્ક ખાતા નંબર, 7. સંયુક્ત ખાતેદારના વાંધા સંમતિપત્રક ઉપર આપેલ ડોક્યુમેન્ટ સાથે ૩૧ સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. સંદર્ભ : સંદેશ,8 ઓક્ટોમ્બર 2020. આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરી ને મદદ કરો.
82
10
અન્ય લેખો