AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાGSTV
લાખો ખેડૂતોને પરત કરવો પડશે હપ્તો ? જાણો વિગતવાર !
💸 પીએમ કિસાન હેઠળ લાભ લેવા વાળા ખેડુતો માટે કામ કરી રહ્યા છે. જો કોઈએ પણ ખોટી રીતે આ યોજનાનો ફાયદો લઇ લીધો છે અથવા લઇ રહ્યા છે, એણે હપ્તાના પૈસા પરત કરવાના રહેશે. પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ સરકાર સખ્ત થઇ રહી છે. 💰 હવે આ યોજના હેઠળ ખોટી રીતે હપ્તા ઉઠાવવા વાળાની ખેર નહિ. આ ખેડૂતો પાસેથી વસૂલાતની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 7 લાખ ખેડૂતોએ છેતરપિંડી દ્વારા 10મા હપ્તા હેઠળ નાણાં એકત્ર કર્યા છે. છેતરપિંડીમાં પતિ-પત્નીથી માંડીને મૃત ખેડૂતો, કરદાતાઓ, પેન્શનરો, ખોટા ખાતામાં ફંડ ટ્રાન્સફર, ખોટો આધાર વગેરેનો સમાવેશ થાય છે. 💰 મૃતક ખેડૂતો પણ હપ્તા વસુલ કરી રહ્યા છે: આ મોટી સંખ્યામાં અયોગ્ય લાભાર્થીઓમાં મોટાભાગના ખોટા ખાતા અથવા નકલી આધાર ધરાવતા લોકો છે. બીજા નંબરે આવકવેરાદાતા છે. તે જ સમયે, એવા ઘણા લાભાર્થીઓ છે જેઓ પહેલાથી જ સ્વર્ગવાસ થઇ ગયો છે. આમ છતાં દર વર્ષે 2000-2000ના ત્રણ હપ્તા લઇ રહ્યા છે. આવી સ્થિતિમાં સાહેબે આ વખતે કડકતા દાખવી છે. આવા ખેડૂતોની ઓળખ કર્યા બાદ તેમની પાસેથી પૈસા પરત લેવામાં આવશે. 💰 દેશમાં લાખો અયોગ્ય લોકો હપ્તા લઈ રહ્યા છે: દેશમાં 7 લાખથી વધુ અયોગ્ય લોકોએ PM કિસાનના 10મા હપ્તાના પૈસા ખોટી રીતે ઉપાડી લીધા છે. અગાઉ, દેશમાં 42 લાખથી વધુ અયોગ્ય લોકોએ PM કિસાન હેઠળ 2000-2000 રૂપિયાના હપ્તા તરીકે સરકારને 2,900 કરોડ રૂપિયાની ખોટી રીતે છેતરપિંડી કરી છે. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
41
12
અન્ય લેખો