સફળતાની વાર્તાએગ્રોસ્ટાર
લાખોમાં મળી રહી છે આવક
👨🏻🌾બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા તેને છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે. દિયોદરના ભેસાણા ગામના પ્રેમાભાઈ કાળાભાઈ ચૌધરી 2017 થી ઇઝરાયેલી બરહી જાતની ખારેકની ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે અને આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જવાના કારણે ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે.
👨🏻🌾વર્ષ 2015 થી પ્રેમાભાઈ ચૌધરી પરંપરાગત ખેતી સાથે જોડાયા હતા. પરંતુ તેઓને ખેતીમાં કંઈક નવું કરવાના ઈરાદાથી બાગાયતી ખેતી કરવા તરફ વળ્યા હતા. કચ્છમાં મોટા પ્રમાણમાં ખારેકની ખેતી થતી હોવાથી ખેડૂતે કચ્છની મુલાકાત લઇ પોતાના ખેતરમાં ઇઝરાયેલી બરહી જાતની ખારેકની વાવણી કરવાનું વિચાર્યું હતું.
👨🏻🌾પ્રેમાભાઈ ચૌધરી એ બરહી જાતના ખારેકના 150 છોડ મંગાવ્યા,જેમાં એક છોડ 4000 રૂપિયાનું આમ 2017માં પોતાના પાંચ વીઘા ખેતરમાં 9 લાખના ખર્ચે ઇઝરાયેલી બરહી જાતની ખારેકની ખેતી કરી હતી.પોતાના પાંચ વીઘા ખેતરમાં છાણીયું ખાતર અને ટપક પદ્ધતિથી 2017 થી પોતાના ખેતરમાં ઇઝરાયેલી ખારેકની વાવણી કરી તેમજ પોતાના ખેતરમાં વાવેલા છોડની વચ્ચે પડેલી જગ્યામાં આંતર પાક તરીકે અલગ અલગ પાકની ખેતી કરવા લાગ્યા જેમાંથી તેઓ આવક મેળવતા થયા.2020 થી તેમને ઇઝરાયેલી ખારેક માંથી ઉત્પાદન મળવાની શરૂઆત થઈ જેમાં દોઢ લાખનું ઉત્પાદન મળ્યું તે બાદ દર વર્ષે તેઓ લાખોની કમાણી કરવા લાગ્યા. 2022માં તેઓએ સાત લાખની આવક મેળવી.
👨🏻🌾ખારેકની ખેતીમાં એક છોડ પર 15 લુમો આવે છે. જેમાં એક લુમમાં 10 થી 30 કિલો સુધીનું ઉત્પાદન મળે છે. આમ એક છોડ પર કુલ 120 થી 150 કિલો ઉત્પાદન મેળવે છે. ખારેકને 50 રૂપિયાથી 80 રૂપિયા કિલોના ભાવે વેચે છે. પોતાના ખેતરમાં કરેલી બરહી જાતની ઇઝરાયેલી ખારેક 50 રૂપિયાથી 80 રૂપિયાના ભાવે કિલો વેચે છે. તેમની ખારેક સમગ્ર ગુજરાતમાં વેચાય છે. ખારેકની માંગ હાલ ખુબ જ વધી રહી છે.આગામી સમયમાં 8 થી 9 લાખની આવક થશે તેવું જણાવ્યું હતું.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !